રાજકોટના જામનગર રોડ ઉપર મહાનગરપાલિકાના વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૩ની સરહદની બરાબર વચ્ચે આવેલો ૫૦ વર્ષથી વધુ જૂના અને હાલમાં જોખમી, જર્જરિત અને ભયગ્રસ્ત બનેલા સાંઢીયા પુલનું ડિમોલિશન કરીને તેના સ્થાને નવો ફોર લેન બ્રિજ મંજુર કરાયો છે, દરમિયાન નવો બ્રિજ બનાવવા માટે જુના પુલનું ડિમોલિશન કરવું જરી હોય આજે ડિમોલિશનનું પ્લાનિંગ કરવા માટે સવારે બે કલાક પૂરતો સાંઢીયા પુલ ઉપરનો વાહન વ્યવહાર સંપૂર્ણ બધં કરવામાં આવ્યો હતો તેમ રાજકોટ મહાનગરપાલિકાના વર્તુળોએ જણાવ્યું હતું.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરી વર્તુળોએ જણાવ્યું હતું કે જૂના પુલનું ડિમોલિશન કરી નવો પુલ બનાવવાનો રાજકોટનો આ સર્વપ્રથમ પ્રોજેકટ હોય ઉપરાંત નીચે રેલવે ટ્રેક હોય અને ત્યાંથી દરરોજ અનેક ટ્રેન પસાર થતી હોય રેલવે તત્રં સાથે સતત સંકલનમાં રહીને આ મેગા ડિમોલિશન કરવાનું છે જેથી તેનું પરફેકટ પ્લાનિંગ કરવું ખૂબ જરી છે આથી પ્લાનિંગ માટે ટ્રાયલ બેઝ ઉપર આજે બે કલાક માટે પુલ ઉપરનો વાહન વ્યવહાર સંપૂર્ણ પણે બધં કરાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે .૭૬.૭૫ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવતા પૂર્વે જૂનો પુલ તોડવા માટે ડાયમડં કટર મેથડ ટેકનોલોજીથી ડિમોલિશન કરશે જે ગુજરાતમાં સર્વ પ્રથમ પ્રયોગ હોવાનો રાજકોટના મ્યુનિ.ઇજનેરોનો દાવો છે
નવો ફોર લેન બ્રિજ હવે આ પ્રમાણે બનશે
– બ્રિજની કુલ લંબાઇ ૬૦૨ મીટર
– બ્રિજની કુલ પહોળાઇ ૧૬.૪૦ મીટર (૫૪ ફટ)
– બ્રિજની બન્ને સાઇડ ૭.૫૦ મીટરના કેરેજ વે
– બન્ને કેરેજ વે વચ્ચે સેન્ટ્રલ ડિવાઇડર, ફટપાથ દૂર થશે
– સિવિલ હોસ્પિટલ તરફની લંબાઇ ૨૯૮ મીટર
– સેન્ટ્રલ સ્પાનની લંબાઇ ૩૬ મીટર
– માધાપર ચોકડી તરફની લંબાઇ ૨૬૮ મીટર
– પિલરની સંખ્યા ૨૦
– સ્પાનની સંખ્યા ૨૨
– પ્રોજેકટનો કુલ ખર્ચ ૭૬.૭૫ કરોડ (ઓન સાથે)
– પ્રોજેકટની સમય મર્યાદા ૨૪ મહિન
ભોમેશ્ર્વરથી માધાપર ચોકડીનો જવાનો ડાયવર્ઝન રોડ તૈયાર
જૂનો સાંઢીયો પુલ તોડવાનું શ થયા બાદ બે વર્ષ સુધી વાહન વ્યવહાર ભોમેશ્વર તરફ થઇને માધાપર ચોકડી તરફ જશે. જામનગર રોડ ઉપરથી પેટ્રોલ પમ્પથી આગળ ભોમેશ્વર પ્લોટ તરફ જતા રસ્તે જઇ ત્યાંથી ફરી આગળ જામનગર રોડ ઉપર જવાનું રહેશે. હાલ આવો ડાયવર્ઝન ટ તૈયાર કરાયો છે, આ ટ ઉપર ડામર રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી જે પૂર્ણ થઇ છે, આથી હવે જૂનો પુલ ડિમોલિશન કરવાણી કામગીરી ઝડપભેર હાથ ધરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech