નવા ફોરલેન બ્રિજનું તા.૭ માર્ચએ ખાતમુહર્ત થયા બાદ હવે નવ મહિને ફાઉન્ડેશન, પીઅર, ગર્ડરનું કામ શરૂ: કોન્ટ્રાકટર એજન્સીનું કામ ઢીલું ઢફઆજકાલ પ્રતિનિધિ
રાજકોટ
રાજકોટ મહાપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના જામનગર રોડ ઉપર વોર્ડ નં.૨ અને વોર્ડ નં.૩ની બરાબર વચ્ચેથી પસાર થતા ૫૦ વર્ષથી વધુ જુના સાંઢીયા પુલના સ્થાને નવો ફોરલેન બ્રિજ નિર્માણ કરવાના કામનું તા.૭ માર્ચ ૨૦૨૪ના રોજ ખાતમુહર્ત કરાયું હતું, જેને આજે તા.૨૬ ડિસેમ્બરના ૨૯૪ દિવસે પ્રોજેકટ પ્રોગ્રેસ માંડ ૧૭ ટકા થઇ છે. સાંઢીયા પુલનું કામ કીડી વેગે ચાલી રહ્યું હોય સમયસર કામ પૂર્ણ થવાની કોઇ શકયતા જણાતી નથી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ હાલમાં ફોરલેન બ્રિજના ફાઉન્ડેશન, પીઅર અને ગર્ડરનું કામ સમાંતર રીતે ચાલી રહ્યું છે. નવા ગર્ડર લોન્ચ કરવાનું શ થશે ત્યારે તે માટે ફરી રેલવે તત્રં પાસેથી મંજુરી મેળવવાની રહેશે.ફોરલેન બ્રિજ પ્રોજેકટના કામની સમય મર્યાદા બે વર્ષની છે, માર્ચ–૨૦૨૪માં ખાતમુહર્ત કરાયેલો પ્રોજેકટ માર્ચ–૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવાનો છે.
દરમિયાન હાલ જે રીતે કીડી વેગે કામ ચાલી રહ્યું છે તે જોતા માર્ચ–૨૦૨૬ સુધીમાં આ પ્રોજેકટ પૂર્ણ થાય તેવી શકયતા નહિવત છે. કોન્ટ્રાકટર એજન્સીનું કામ ઢીલું ઢફ છે પરંતુ તેની સામે કોઇ કાર્યવાહી કરાતી નથી. બ્રિજ પ્રોજેકટને લઇ ડાયવર્ઝન અપાતા હાલ એસટી બસો સહિતના ભારે વાહનો યાજ્ઞિક રોડ, રેસકોર્સ રિંગ રોડ, રૈયા રોડ અને ૧૫૦ ફટ રિંગ રોડ ઉપરથી ચાલી રહ્યા છે અને તેના કારણે શહેરમાં ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહી છે માટે આ પ્રોજેકટ સમયમર્યાદામાં પૂર્ણ થાય તે ખૂબ જરી છે. નવનિયુકત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાઇટ વિઝીટ કરી કામની ઝડપમાં વધારો કરાવી શકે છે.
ત્રણ મહિના ચોમાસું નડતરરૂપ બન્યું
સાંઢીયા પુલના સ્થાને નવા ફોર લેન બ્રિજનું ખાતમુહર્ત માર્ચ માસમાં કરાયા બાદ ત્રણ મહિના ચોમાસું નડતરપ બનતા કામ ખૂબ ધીમી ગતિએ થયું હતું. ચોમાસામાં કામ ચાલુ રહ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે તમામ દિવસ કામ થયું ન હતું.
રેલવેની તંત્રની મંજુરીઓમાં વિલંબ
સાંઢીયા પુલ તોડી તેના સ્થાને નવો ફોરલેન બ્રિજ બનાવવા મામલે રેલવે તંત્રમાંથી મંજૂરીઓ મેળવવામાં ભારે વિલબં થતા તેમાં ખાસ્સો સમય વિતી ગયો હતો. રેલવે તંત્રએ ડિઝાઇનથી શ કરી જુનો પુલ તોડવાની મંજુરી આપવામાં ખુબ સમય લેતા પ્રોજેકટ વિલંબિત થયો હતો.
સ્ટેન્ડિંગ ચેરમેન–ડેપ્યુટી મેયર રિવ્યુ કરશે
જામનગર રોડ ઉપરનો સાંઢીયો પુલ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકર અને ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ પ્રોજેકટના રિવ્યુ માટે પદાધિકારીઓ દ્રારા મિટિંગ યોજાશે તેમજ સાઇટ વિઝીટ પણ કરાશે
ત્રણ મહિના જૂનો પુલ તોડતા વિત્યા
જૂનો સાંઢીયો પુલ તોડવા માટેની મંજૂરી મેળવવામાં ભારે વિલબં થયો તદઉપરાંત પુલ તોડવા માટે યારે કોઈ ટ્રેન પસાર થતી ન હોય તેવો સમય ફાળવવાનો થતો હતો અને આવો સમય સાહમાં એક વખત માંડ ચારથી પાંચ કલાક મળતો હતો આથી પુલ તોડવામાં ત્રણ મહિના વિત્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech