રાજકોટ મહાનગરપાલિકા દ્રારા શહેરના જામનગર રોડ ઉપરના ભયગ્રસ્ત બનેલા ૫૦ વર્ષ જુના સાંઢીયા પુલને તોડી પાડીને તેના સ્થાને .૬૮ કરોડથી વધુ રકમના ખર્ચે નવો ફોર લેન બ્રિજ મંજુર કરાયો છે અને તેનું ખાતમુહર્ત થયાને બે મહિના વીતી ગયા છે પણ આજ દિવસ સુધી કામ શ થયું નથી કારણ કે હજુ સુધી જૂનો પુલ તોડવા મંજૂરી મળી નથી. દરમિયાન તાજેતરમાં મહાપાલિકાએ રાજકોટ રેલવે ડિવિઝનમાં પુલ તોડવા માટે મંજૂરી માંગતી અરજી કરી આપી હોવાનું અને મંજૂરી મળતા સાથે તુરતં કામ શ કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિશેષમાં મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે ગત સાહમાં રાજકોટ રેલવે ડિવિઝનમાં ડિમોલિશનના ડ્રોઈંગ અને મેથડોલોજી સાથેની વિસ્તૃત અરજી રજૂ કરવામાં આવી છે. રેલવેના સેફટી નોમ્ર્સ અનુસાર સાંઢીયો પુલ કયા હિસ્સાથી, કઇ રીતે તોડાશે, તેના કેટલા ટુકડા થશે, દરેક ટુકડાનું અંદાજિત વજન કેટલું રહેશે, પુલ તોડતી વેળાએ ક્રેઇનનું લોકેશન કયાં રહેશે તે સહિતની માઇક્રો ડિટેલ્સ માંગવામાં આવી હતી જે તમામ વિગતો પણ અરજી સાથે રજૂ કરવામાં આવી હતી. આ અરજી મંજુર થવાની પ્રક્રિયામાં હજુ એકાદ મહિનો વિતી જશે અને ત્યાં સુધીમાં ચોમાસુ બેસી જશે. જો કે ચોમાસામાં પણ બ્રિજ પ્રોજેકટનું કામ શ કરી દેવા માટે હાલ તો મહાપાલિકા તત્રં મક્કમ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી–૨૦૨૪માં ટેન્ડર ફાઇનલ થયા બાદ માર્ચમાં ખાતમુહર્ત પણ થઇ ગયું છે પરંતુ આજ દિવસ સુધી કામ શ થયું નથી. પ્રોજેકટ શ થયા બાદ પૂર્ણ થવાની સમય મર્યાદા બે વર્ષ છે પણ કામ શ જ થતું ન હોય કયારે પૂર્ણ થશે તે કહેવું મુશ્કેલ છે
નવા ફોર લેન ઓવરબ્રિજના ટેકનિકલ સ્પેસિફિકેશન્સ
– બ્રિજની કુલ લંબાઇ ૬૦૨ મીટર
– બ્રિજની કુલ પહોળાઇ ૧૬.૪૦ મીટર (૫૪ ફટ)
– બ્રિજની બન્ને સાઇડ ૭.૫૦ મીટરના કેરેજ વે
– બન્ને કેરેજ વે વચ્ચે સેન્ટ્રલ ડિવાઇડર, ફટપાથ દૂર થશે
– સિવિલ હોસ્પિટલ તરફની લંબાઇ ૨૯૮ મીટર
– સેન્ટ્રલ સ્પાનની લંબાઇ ૩૬ મીટર
– માધાપર ચોકડી તરફની લંબાઇ ૨૬૮ મીટર
– પિલરની સંખ્યા ૨૦
– સ્પાનની સંખ્યા ૨૨
– પ્રોજેકટનો કુલ ખર્ચ ૬૨.૬૦ કરોડ (ઓન સહિત ૬૮ કરોડ)
– પ્રોજેકટની સમય મર્યાદા ૨૪ મહિન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech