પોતાના પરિવારથી વિખુટા પડેલ માનસિક અસ્વસ્થ મહિલાને આશ્રય અપાવતું “સખી” વન સ્ટોપ સેન્ટર જામનગર
રખડતું ભટકતું જીવન જીવતા મહિલા માટે જૂનાગઢ જિલ્લાના શ્રી દેવંગી આશ્રમ નકલંક ધામ ખાતે સુરક્ષિત આશ્રયની વ્યવસ્થા કરાઈ
માનસિક અસ્વસ્થ મહિલા જામનગરના કામદાર કોલોની રિલાયન્સ પેટ્રોલ પંપ વિસ્તારમાંથી મળેલ હોય તે બાબતની જાણ એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને કરેલ. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને મહિલાની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખીને જામનગર“સખી” વન સ્ટોપ સેન્ટર પર આ મહિલાને લઇ આવેલ.
સેન્ટરના કર્મચારીઓ દ્રારા મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કેમહિલા માનસિક રીતે થોડા અસ્વસ્થ હોય જેથી તેઓને માનસિક શાંત્વના આપી વાતચીત કરતા જાણવા મળેલ કે બહેન રોડ પર રહેતા હોઈ, સતત બોલ-બોલ કરવાનો સ્વભાવ વાળા તેમજ નશાના બંધાણી છે. વ્યસનના લીધે બહેનની માનસિક સ્થિતિ ખરાબ થયેલ હોય જેથી બહેનના પરિવારજનો બહેનને રાખવા તૈયાર ન હોય તેથી સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા તથા સેન્ટરના સ્ટાફ દ્વારા બહેનને સ્વચ્છ કરીને માનસીક સાંત્વના તથા સહાનુભૂતિ આપી બહેનને પ્રેમભર્યુ અને સુરક્ષીત વાતાવરણ પૂરું પાડેલ,તેથી બહેને પોતાનાં અને પોતાનાં પરિવાર વિશે માહિતી આપતા જણાવ્યુ કે પોતે જિંદગીથી કંટાળી ગયેલ છે અને જીવવા માંગતા નથી. અત્યાર સુધી તેમના પર કેવા કેવા બનાવો બન્યા, તેઓએ કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો વગેરે બાબતો કોઈ ડર કે સંકોચ વિના કહેલ. આથી બહેનની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને “સખી” વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા બહેનના આશ્રય માટે અલગ-અલગ આશ્રમનો સંર્પક કરેલ. છેવટે જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં શ્રી દેવંગી આશ્રમ નકલંક ધામ-ગંગેડી દ્વારા બહેનને રાખવા માટેની તૈયારી બતાવતા “સખી” વન સ્ટોપ સેન્ટર દ્વારા બહેનને આશ્રમ ખાતે લઇ જવાની વ્યવસ્થા કરાઈ. ઘણા લાંબા સંઘર્ષ બાદ બહેનને યોગ્ય આશ્રય મળતા બહેન ભાવુક થયેલ ત્યારે કેન્દ્ર સંચાલક દ્વારા બહેનને આશ્વાસન આપેલ કે તેઓની માનસિક સ્થિતિ સારી થઇ ગયા બાદ તેઓને પૂન; તેમના ઘરે લઇ જશે અને પોતાનાં પરિવાર સાથે મિલન કરાવશે.