એક ઈન્ટરવ્યૂ વખતે સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે સંકેત આપ્યા જેમાં તે સાથે કામ કરતા જોવા મળશે. આગામી ટુક સમયમાં જ ફરી સાથે જોવા મળશે સેફ-કરીનાની જોડી.
સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવુડ ઈન્ડસ્ટ્રીના ચર્ચિત કપલમાંથી એક છે. 'ટશન', 'એજન્ટ વિનોદ' અને 'કુર્બાન' જેવી ફિલ્મોમાં બન્નેએ સાથે કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મો ખાસ કમાલ ન કરી શકી. જેના બાદ સૈફ અને કરીનાએ સાથે કામ નથી કર્યું. લાંબા સમય બાદ બન્ને સ્ટાર્ટ એક ફિલ્મમાં સાથે કામ કરવા જઈ રહ્યા છે. જોકે એક ઈન્ટરવ્યૂ વખતે સૈફ અલી ખાન અને કરીના કપૂરે પોતાના આગામી પ્રોજેક્ટ વિશે સંકેત આપ્યો. જેમાં તે સાથે કામ કરતા જોવા મળશે.
સૈફે જણાવ્યું કે તે એક સાથે એક પ્રોજેક્ટમાં જોવા મળશે. તેમણે જણાવ્યું, "અમે બન્ને સાથે કંઈક કરવાનું ઘણી વખત વિચારી રહ્યા હતા. આ પ્રોજેક્ટમાં અમે બન્ને પરણીત છીએ. અમે બન્ને મળીને હકીકતે કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ. તેમાં અમે બન્ને પતિ-પત્નીનું પાત્ર નિભાવવા જઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે."
સૈફ સાથે કામ કરવા ઉત્સાહિત કરીના
કરીનાએ કહ્યું, "લાંબા સમય બાદ અમે બન્ને એક સાથે કામ કરવાના છીએ. એક સાથે કામ કરવું ખૂબ જ શાનદાર રહ્યું. જ્યારે આપણે અભિનેતાના રૂપમાં સહજ હોઈએ છીએ અને કંઈક અલગ કરીએ છીએ." જોકે સૈફે મજાકમાં કહ્યું કે જ્યારે તે એક સાથે કામ કરી રહ્યા હોય તો બની શકે છે કે તે તેમની સાથે ન રહે. તેમણે કહ્યું, "જ્યારે હું આ ફિલ્મમાં કામ કરીશ તો હું તમારી સાથે નહીં રહૂં. મેં નિર્ણય કર્યો છે કે હું ત્યારે બીજો રૂમ લઈ લઈશ." કરીનાએ આ વાત પર હસતા હસતા કહ્યું, "હા ઠીક છે."
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાલે રામનવમી: દ્વારકાધીશ મંદિરે વિશેષ આયોજન
April 05, 2025 12:38 PMવડાળા પાટીયા પાસે ઓટો રીક્ષા પલ્ટી ખાતા આઠને ઇજા
April 05, 2025 12:36 PMઅટલ ભવન ખાતે જિલ્લા અઘ્યક્ષ ડો. વિનોદ ભંડેરીની અઘ્યક્ષતામાં પ્રથમ જિલ્લા બેઠક
April 05, 2025 12:17 PMજામનગરમાં રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી, પૂર્વ તૈયારીઓ શરૂ
April 05, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech