આસામમાં એક સગીર બાળકી પર ગેંગરેપનો મુખ્ય આરોપી શનિવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી કથિત રીતે ભાગી ગયો હતો અને નાગાંવ જિલ્લાના ધિંગ ખાતે તળાવમાં કૂદી ગયો હતો, પરિણામે તેનું મૃત્યુ થયું હતું. એક અધિકારીએ આ માહિતી આપી. પોલીસે જણાવ્યું હતું કે તેની પાસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવવા આરોપીને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો ત્યારે આવું બન્યું હતું.
આસામમાં ૧૪ વર્ષની બાળકી પર ગેંગરેપના મુખ્ય આરોપી તફજુલ ઈસ્લામે પોલીસ કસ્ટડીમાંથી બચવા માટે તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના તે જ જગ્યાએ બની હતી યાં ત્રણ યુવકોએ યુવતી સાથે કથિત રીતે સામૂહિક બળાત્કાર કર્યેા હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપીને સવારે ૩:૩૦ વાગ્યે યાં ગુનો થયો હતો ત્યાં લઈ જવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન આરોપી પોલીસ જાામાંથી ભાગી ગયો હતો અને તળાવમાં કૂદી ગયો હતો. લગભગ બે કલાકની શોધખોળ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. દરમિયાન આ ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. તેઓએ વિરોધમાં ધીંગ વિસ્તારમાં દુકાનો અને અન્ય વેપારી સંસ્થાઓ દિવસભર બધં રાખી હતી
પોલીસે શું કહ્યું
નાગાંવના એસપી સ્વપિનલ ડેકાએ કહ્યું કે પોલીસે આ કેસમાં અગાઉ પણ તેની ધરપકડ કરી હતી. યારે પોલીસની ટીમ તેને તપાસ માટે રાત્રે ઘટનાસ્થળે લઈ ગઈ ત્યારે મુખ્ય આરોપી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને ઘટનાસ્થળની નજીક સ્થિત તળાવમાં કૂદી ગયો હતો. અમારા પોલીસ કર્મચારીઓ સર્ચ ઓપરેશનમાં રોકાયેલા હતા અને એસડીઆરએફ ટીમની મદદથી અમે આજે સવારે તેનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢો છે.
સીએમએ ઘટના પર શું કહ્યું
આ ઘટના આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્રારા કરવામાં આવેલી ટિપ્પણી પછી બની છે, જેમાં તેમણે આ ઘટનાને આસામી લોકો પર હત્પમલો ગણાવ્યો હતો. સરમાએ ગુનેગારોને ન્યાય અપાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કહ્યું હતું કે કાયદો એવા ગુનેગારોને છોડશે નહીં જેઓ સગીર હિન્દુ છોકરી સાથે આવો જઘન્ય અપરાધ કરવાની હિંમત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech