હળવદ પંથકમાં માર્ગ અકસ્માતોનાં બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે. ત્યારે વધુ એક માર્ગ અકસ્માતની ઘટના હળવદ તાલુકાના કોયબા ગામના પાટીયા નજીકથી સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા ટ્રેલર ચાલકે એસ.ટી. બસને ઠોકર મારતા બસે પલ્ટી મારી હતી. જેના કારણે બસમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
કોયબા ગામના પાટીયા નજીકથી પસાર થઇ રહેલ ૧૮૮૩૧૧ નંબરની ઝાલોદ થી મોરબી બાજું આવતી મોરબી- સંતરામપુર - ઝાલોદ રુટની એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસને ટ્રેલર ચાલકે ટક્કર મારતા બસ પલ્ટી મારી ગઇ હતી. ત્યારે ઉલ્લ ેખનીય છે કે, બસમાં ૧૩ જેટલા પેસેન્જર સવાર હતા. જેમાં ડ્રાઈવર કંડકટર અને મુસાફરો સહિત ૧૩ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઇ હતી.બનાવને પગલે સ્થાનિક પોલીસ અને ૧૦૮ નો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ઘાયલોને હળવદની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,હળવદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માં કોયબાના પાટીયા પાસે ટ્રેલરે એસટી બસ ને અડફેટે. લેતા બસ પલટી મારી જતાં ૧૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
હળવદ-સમગ્ર ઘટનાની જાણવા મળતી માહિતી મુજબ ઝાલોદ-સંતરામપુર-મોરબી જતી એસટી બસને કોયબાના પાટીયા પાસે ટ્રેલર નંબર આરજે-૫૨-જીએ-૫૭૫૩એ અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેથી એસટી બસ પલટી મારી જતા ૧૩ જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં ડ્રાઈવર અને કંડકટરને વધુ ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે ૧૦૮ દ્વારા ઈજાગ્રસ્તોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ઘટનાને પગલે પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સર્જી્ ફરાર થઈ ગયેલા ટ્રેલરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં મનસુખભાઈ, સુલેમાનભાઈ, સાહિલભાઈ, શોભનાબેન, સવિતા નાનુભાઈ, નવીન કટારા, સુમિવ કનુભાઈ, ભાવસિંગભાઈ, સંગીતાબેન મોહનભાઈ, અરવિંદભાઈ, દેવિકા મુકેશભાઈ સાધુ, મુકેશભાઈ સાધુ અને વૈસાદભાઈને ઈજા પહોંચી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech