રાજકોટ શહેરમાં ઓરિસ્સાના કે આવા શ્રમિકોને ટાર્ગેટ કરી ગાંજાની પૂડીઓ વેચવાના ચાલતા નેટવર્કને એસઓજીએ પકડી પાડયું છે. ઓરિસ્સાના જ વતની ત્રણ શખસોની ૩.૭૦૭ કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરાઈ છે.
શહેરના કાલાવાડ રોડ પર વડીંગ પાર્ટી પ્લોટ પાછળ ભાગે પતરાની ઓરડીમાં ગાંજાનું વેચાણ થતું હોવાની એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા તથા જમાદાર ઘનશ્યામસિંહ ચૌહાણને બાતમી મળી હતી. જે આધારે પીઆઈ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
ઓરડીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ઓરડીમાં રહેતા ઓરિસ્સાના વતની જુધીસ્થીર ધુમડુ રાણા ઉ.વ.૩૩ તથા તેની સાથેના રહેલા માધબ બડિયાઘર કુનરા ઉ.વ.૨૪ રહે.શિતલપાર્ક પાસે ઝુંપડામાં તથા આંબેડકરનગરમાં ઓરડીમાં ભાડે રહેતા અમિત નરેન્દ્ર પરમાર ઉ.વ.૨૫ને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
ત્રિપુટીની પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પૂછતાછમાં એવી વિગતો ખુલી હતી કે, ઓરિસ્સાના બૌધ્ધ જિલ્લ ાનો થાના કંટામાલ ગામનો વતની જુધીસ્થીર વતનમાંથી ગાંજો લઈને ગત સાહે રાજકોટ આવ્યો હતો. અહીં રાજકોટમાં જ રહેતા અને સેન્ટ્રીંગ કામ કરતા સાગરિક અમિત લોકલ કોન્ટેકટ કરે અને માલ લઈને જુધીસ્થીરને બોલાવતો હતો.
જયારે માધવને પીવાની ટેવ હોવાથી તે વ્યસનીઓને પૂડીઓ વેચાવતો, ઓરિસ્સામાંથી ટીના નામના શખસે જથ્થો મોકલ્યો હતો. અહીં આરોપી નાની–નાની પૂડીઓ કરીને બંધાણી ખાસ તો પોતાના જ વતન ઓરિસ્સામાં જ સાથી કારીગરોને પૂડીઓ વેચતા હતા.
આરોપી માધબ તથા અમિત ત્રણેક વર્ષથી વધુ સમયથી રાજકોટમાં રહી સેન્ટ્રીંગ કામ કરે છે. તે કોન્ટ્રાકટર હિતેન્દ્રસિંહ શિવુભા ચુડાસમાના કામ પર સાઈટ પર રહીને સેન્ટ્રીંગ કામ કરતા હતા. આરોપી માધબ પણ ગત તા.૧૨ના જથ્થો લઈને આવ્યો હતો અને ત્યાં પતરાની ઓરડીમાં અન્ય કારીગરો સાથે રહેવા લાગ્યો હતો.
આરોપી માધબ રાજકોટમાં ગાંજાનો જથ્થો આવી પહોંચતા સ્થાનિક સાગરીતોને વેચીને આજે વતન ઓરિસ્સા નીકળી જવાની વેતરણમાં હતો. એ પૂર્વે જ પોલીસના હાથે સપડાઈ જતાં ત્રણેયનો કબજો તાલુકા પોલીસને સોંપાયો છે. પોલીસે આરોપી ત્રિપુટી કેટલા સમયથી ગાંજાનું નેટવર્ક ચલાવતી હતી? કોને વેચતા? અન્ય કોઈની સંડોવણી કે કેમ? સહિતના મુદે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech