રાજકોટ ગોંડલ હાઇવે રોડ પર ખોખડદળ બ્રીજ નજીકથી એસ.એમ.સી.ની ટીમે દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિક બેગની આડમાં 4,500 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 24.23 લાખની કિંમતનો દારૂનો આ જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ. 49.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો આ જથ્થો દમણથી ટ્રકમાં ભરી જેતપુર ચોકડી પહોંચાડવાનો હતો. પોલીસે ચાર શખસોને વોન્ટેડ જાહેર કર્યા છે.
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, એસએમસીના વડા નિર્લિપ્ત રાયની સૂચના અને ડિવાયએસપી કે.ટી. કામરીયાની રાહબરી હેઠળ ટીમ તપાસમાં હતી દરમિયાન પીઆઇ પી.પી. બ્રહ્મભટ્ટને એવી માહિતી મળી હતી કે, રાજકોટ ગોંડલ હાઇવે રોડ પર દારૂ ભરેલો ટ્રક પસાર થનાર છે જેથી આ માહિતીના આધારે એસએમસીની ટીમે અહીં રાજકોટ ગોંડલ હાઇવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન ખોખદદળ બ્રિજ પાસેથી એક શંકાસ્પદ ટ્રક પસાર થતાં આ ટ્રક નં. જીજે ૧૨ એટી ૮૭૩૨ ને અટકાવ્યો હતો.
પોલીસે ટ્રક ચાલકની પૂછતાછ કરતા તેનું નામ રૈયા ભીખાભાઈ ઇન્દરીયા (ઉ.વ 38 રહે. બ્રહ્મપુરી વાંકી ગામ, થાન તા. સાયલા) હોવાનું જણાવ્યું હતું. ટ્રકની તલાસી લેતા તેમાં પ્લાસ્ટિક બેગની આડમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનું માલુમ પડ્યું હતું ટ્રકમાંથી રૂપિયા 24,23,244 ની કિંમતનો 4,500 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. દારૂનો આ જથ્થો મોબાઈલ ફોન રોકડ રકમ અને ટ્રક સહિત કુલ રૂ. 49,29,094 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, દારૂનો આ જથ્થો દમણથી મોકલવામાં આવ્યો હતો અને દારૂનો જથ્થો થાનના ચોરાવીરા ગામમાં રહેતા હરેશ માનસંગ માથાસુળીયાએ દારૂનો આ જથ્થો મંગાવ્યો હતો અને દારૂ જેતપુર ચોકડી પાસે ઉતારવાનો હતો.આ ઉપરાંત ટ્રક માલિક રમેશ જગમાલભાઈ ગોલ (રહે.ઉપલેટા) તેમજ ફાસ્ટેગ હોલ્ડર સહિત ચાર શખસોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.આ મામલે આજીડેમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્લાસ્ટિક બેગની આડમાં 4,500 બોટલ દારૂ સંતાડ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech