મુશ્કેલીમાં મુકાયેલી ફિનટેક કંપની પેટીએમએ આખરે ૧૫ માર્ચની સમયમર્યાદા પહેલા તેની ભાગીદાર બેંકની પસંદગી કરી છે. પેટીએમની મૂળ કંપની વન૯૭ કોમ્યુનિકેશન્સએ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ ) સાથે હાથ મિલાવ્યા છે. અત્યાર સુધી, પેટીએમ નો યુપીઆઈ બિઝનેસ તેની પેટાકંપની પેટીએમ પેમેન્ટસ બેંક પર નિર્ભર હતો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્રારા પેમેન્ટ બેંકો પર બિઝનેસ પ્રતિબધં લાદવામાં આવ્યા બાદ પેટીએમ ભાગીદાર બેંકની શોધમાં હતું. હવે પેટીએમ એસબીઆઈ સાથે મળીને થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર (ટી.પી.એ.પી) બની શકશે. મની કંટ્રોલ રિપોર્ટ અનુસાર, અગાઉ પેટીએમએ ટી.પી.એ.પી ભાગીદારી માટે એકિસસ બેંક, યસ બેંક અને એચડીએફસી બેંક સાથે હાથ મિલાવ્યા હતા. જાહેર કરાયેલા અહેવાલમાં આ જ બેંકો પેટીએમ સાથે જોડાણ કરવામાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. ગયા મહિને, વન ૯૭ કોમ્યુનિકેશન્સ (ઓસીએલ) એ તેનું નોડલ અથવા એસ્ક્રો એકાઉન્ટ એકિસસ બેંકને સોંપ્યું હતું. કંપનીએ બીએસઈને પણ આ માહિતી આપી હતી કે તેની મદદથી પેટીએમ દ્રારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારનારા વેપારીઓ ૧૫ માર્ચની અંતિમ તારીખ પછી પણ કામ કરી શકશે
પેટીએમને ૧૫ માર્ચ સુધીમાં લાઇસન્સ મળી જશે
હાલ એવી શકયતા છે કે નેશનલ પેમેન્ટસ કોર્પેારેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) પણ ૧૫ માર્ચ સુધીમાં પેટીએમને ટી.પી.એ.પી લાઇસન્સ આપશે. આ લાઇસન્સ મળ્યા બાદ ગ્રાહકો સરળતાથી પેટીએમ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે. પેટીએમ પેમેન્ટસ બેંકે ૧૫ માર્ચ પછી તેની કામગીરી બધં કરવી પડશે. સૂત્રોએ રોઈટર્સને જણાવ્યું કે લગભગ તમામ તપાસ પૂર્ણ થઈ ગઈ છે. સમયમર્યાદા પૂરી થાય તે પહેલાં, પેટીએમ પાસે તેના હાથમાં ટી.પી.એ.પી લાઇસન્સ હશે. જો કે, બેંકો સાથે એકીકરણમાં એક મહિનાથી વધુ સમય લાગી શકે છે
હાલ ૨૨ કંપનીઓ પાસે ટીપીએપી લાઇસન્સ
ટીપીએપી એ એનપીસીઆઈ અને ભાગીદાર બેંકોની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ઉપરાંત, યુપીઆઈ વ્યવહારો સંબંધિત ડેટા, માહિતી અને સિસ્ટમની માહિતી આરબીઆઈ અને એનપીસીઆઈ સાથે શેર કરવાની રહેશે. અત્યારે દેશમાં એમેઝોન પે, ગુગલ પે, ઈ પે, મોબિકિવક અને વોટસેપ સહિત ૨૨ કંપનીઓ ટીપીએપી લાઇસન્સ ધરાવે છે. એકિસસ બેંક આમાંના મોટાભાગના યુપીઆઈ પ્લેયર્સની ભાગીદાર છે. પેટીએમ દેશની ત્રીજી સૌથી મોટી યુપીઆઈ પેમેન્ટ એપ છે. ફેબ્રુઆરીમાં, કંપનીએ આશરે . ૧.૬૫ લાખ કરોડના ૧.૪૧ અબજ વ્યવહારો પર પ્રક્રિયા કરી હતી. યુપીઆઈ પેમેન્ટ સેગમેન્ટમાં ફોન પે અને ગુગલ પે એ બે સૌથી મોટા પ્લેટફોર્મ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech