રૂપાલાની ટીકીટ રદ ન કરાય તો ભાજપ વિરુઘ્ધ મતદાન કરવા શપથ લીધા: રેલી સ્વરૂપે જઇ જીલ્લા કલેકટરને આપ્યું આવેદનપત્ર : જય ભવાની અને રૂપાલા હાય.. હાય.. ના નારા લગાવ્યા
રાજકોટ લોકસભાની બેઠક પરથી ચુંટણી લડી રહેલા કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા સામેનો વિરોધ દિન-પ્રતિદીન ઉગ્ર બનતો જાય છે ત્યારે તેના વિરુઘ્ધ પોસ્ટર યુઘ્ધ પણ શરૂ થઇ ચુકયું છે, એટલું જ નહીં જામનગરમાં રાજપુત સમાજની 12 સંસ્થાના પ્રતિનિધીઓ અને લોકોએ મોટી સંખ્યામાં ગઇકાલે એકત્ર થઇને રૂપાલા હાય.. હાય.. અને જય ભવાનીના સુત્રોચાર કયર્િ હતા, એટલું જ નહીં મહિલાઓએ તો એવી ચિમકી આપી હતી કે, રાજકોટમાંથી રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો ભાજપ વિરુઘ્ધ મતદાન કરીશું અને આ અંગે જાહેરમાં શપથ લીધા હતા ત્યારબાદ રેલી સ્વરૂપે જઇને જીલ્લા કલેકટરને લખાયેલુ આવેદન પત્ર આપ્યુ હતું.
ગઇકાલે જીલ્લા રાજપુત સેવા સમાજ, રાજપુત સમાજની મહિલા સમિતી, સમુહ લગ્ન સમિતી, શહેર જીલ્લા રાજપુત યુવા સંઘ, અખીલ ભારતીય ક્ષત્રીય મહા સભા, કરણી સેના, અખીલ ગુજરાત રાજપુત યુવા સંઘ, ગજકેશરી ફાઉન્ડેશન અંતર્ગત રાજપુત સંગઠન, મહિલા પાંખ, કરણી સેના મહિલા પાંચ, મહાકાલ સેના સહિતની 12 જેટલી સંસ્થાના હોદેદારો અને લોકોએ ભારે સુત્રોચ્ચાર કયર્િ હતા ત્યારે વાતાવરણમાં ઉતેજના વ્યાપી ગઇ હતી, બાદમાં કલેકટરને લખાયેલુ એક આવેદનપત્ર ચિટનીસને અપાયુ હતું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આખો દેશ જયારે સામાજીક સમરસતા અને એકતા થકી શાંતી અને વિકાસના માર્ગે આગળ વધી રહયું છે ત્યારે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલા જેવી વ્યકિતઓ દેશ અને સમાજ માટે ગંભીર ખતરો હોવાનું જણાવ્યુ હતું.
એક તબકકે તો જય ભવાની અને રૂપાલા હાય.. હાય.. ના સુત્રો લગાવ્યા હતા અને રાજકોટથી ઉમેદવારી રદ નહી થાય તો ભાજપ વિરુઘ્ધ મતદાન કરવાની પણ ચિમકી આપી હતી, આમ હવે જામનગરમાં પણ રાજપુત સમાજ દ્વારા આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં આનંદબા જાડેજા, નયનાબા જાડેજા, કાંતુભા જાડેજા, રવિરાજસિંહ ચુડાસમા, દિગુભા જાડેજા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech