ઇન્ટરનેટ અને મલ્ટીપ્લેકસના યુગમાં સિંગલ સ્ક્રીન સિનેમા હાઉસના વળતા પાણી થયા છે, રાજકોટ શહેરમાં અનેક જુના સિનેમા બધં થઇ ગયા છે અને જે ચાલુ રહ્યા છે તે અસ્તિત્વ ટકાવવા સંઘર્ષ કરી રહ્યા છે. દરમિયાન શહેરમાં કાર્યરત સિંગલ સ્ક્રીન થિયેટરમાં સારા ચાલતા એવા ગેલેકસી સિનેમા અને ગિરનાર સિનેમા બધં થતાં રાજકોટ મહાનગરપાલિકાને થિયેટર ટેકસની વાર્ષિક આવકમાં .૭૫ લાખનો ફટકો પડો હોવાનું મ્યુનિસિપલ અધિકારી વર્તુળોમાંથી જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગત નાણાંકીય વર્ષ ૨૦૨૩–૨૦૨૪માં થિયેટર ટેકસનો વાર્ષિક ટાર્ગેટ રૂ.૧૦ કરોડ નિયત કરાયો હતો જેની સામે ૯.૨૫ કરોડની આવક થઇ છે. દરેક સિનેમા હાઉસ પાસેથી પ્રતિ શો દીઠ .૧૨૫ થિયેટર ટેકસ વસુલવામાં આવે છે.
અલબત્ત ઉપરોકત બે સિનેમા બધં થવાને કારણે જ ટેકસની આવક ઘટી તેવું નથી તેમાં અન્ય પરિબળો પણ જવાબદાર છે જેમાં સુપર હિટ ફિલ્મોનો અભાવ, કોરોનાકાળ પછી થિયેટરમાં ફિલ્મ જોવાના પ્રમાણમાં ઘટાડો, ટેલિવિઝન ઉપર ફિલ્મો જોવાનું પ્રમાણ વધવુ સહિતની બાબતો પણ સમાવિષ્ટ્ર છે. શહેરમાં હવે સિંગલ સ્ક્રીન થિયેટરમાં એક માત્ર ભુપેન્દ્ર રોડ ઉપરનું રાજેશ્રી સિનેમા કાર્યરત રહ્યું છે, અન્ય તમામ થિયેટર મલ્ટીપ્લેકસ છે. જો કે ગેલેકસી સિનેમા હાલ રિનોવેશન માટે બધં થયું હોવાનું જાહેર કરાયું છે અને ભવિષ્યમાં ત્યાં મલ્ટીપ્લેકસ બનશે તેવી ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech