અજય દેવગનનાં ફેન્સ માટે ખુશખબર, ટ્રેલર ટુક સમયમાં રીલીઝ થશે
અજય દેવગનની અપકમિંગ ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. રિલીઝ પહેલાં ફિલ્મને લઈને લોકો હાઇપ થતાં જોવા મળી રહ્યાં છે. અજય દેવગનની ‘સિંઘમ અગેન’ વર્ષ 2024ની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ વચ્ચે ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ ‘સિંઘમ અગેન’નાં ટ્રેલરની રિલીઝ ડેટ જાહેર કરી દીધી છે. આમ, હવે આ મુવીને લઈને ફેન્સને વધારે રાહ જોવી નહીં પડે. ‘સિંઘમ અગેન’ વર્ષ 2024ની મોસ્ટ અવટેડ ફિલ્મોમાંથી એક છે. આ મુવીમાં અજય દેવગન ફરી એકવાર પોલીસ ઓફિસર બાજીરાવ સિંઘમની ભૂમિકામાં જોવા મળશે.
વીડિયોમાં કોપ યુનિવર્સની ફિલ્મનાં સીન્સની સાથે રોહિત શેટ્ટીનો અવાજ સંભળાઈ રહ્યો છે. રોહિત શેટ્ટી કહે છે કે, “અમે શરૂઆત કરી છે, તમે અમને પ્રોત્સાહિત કર્યા છે. અમે દિલથી મહેનત કરી છે,અમારા આ યુનિવર્સને તમે જ પરિવાર બનાવ્યો છે અને તહેવાર તો પરિવારની સાથે મનાવવામાં આવે છે. તો આ દિવાળી પર મળીએ છીએ.” આમ, તમને ખ્યાલ હશે કે ‘સિંઘમ અગેન’ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની શરૂઆત વર્ષ 2011માં ફિલ્મ ‘સિંઘમ’થી થઈ. વર્ષ 2014માં ‘સિંઘમ રિટર્ન્સ’ રિલીઝ થઈ હતી. પછી વર્ષ 2018માં રોહિત શેટ્ટીએ રણવીર સિંહને લઈને ‘સિમ્બા’ બનાવી. ત્યારબાદ ચોથી ફિલ્મ ‘સૂર્યવંશી’ વર્ષ 2021માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ નિભાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ‘સિંઘમ અગેન’માં અજય દેવગન સિવાય અનેક મોટાં સિતારાઓની ઝલક જોવા મળશે. અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, કરીના કપૂર અને ટાઇગર શ્રોફ પણ ફિલ્મનો હિસ્સો છે. અર્જુન કપૂર અને જેકી શ્રોફ ‘સિંઘમ અગેન’માં ખલનાયકની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા બતાવી રહ્યાં છે.
આ પહેલાં રોહિત શેટ્ટીએ બાજીરાવ સિંઘમની સાથે કાશ્મીર શેડ્યુઅલની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી હતી. કાશ્મીરમાં શૂટિંગ દરમિયાન અજય દેવગન અને રોહિત શેટ્ટીને એસએસબીના જવાનો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં અજય દેવગન ફરી એક વાર એંગ્રી કોપ કેરેક્ટરમાં જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech