જાણવા મળતી વિગતો મુજબ, કોઠારીયા સોલન્ટ વિસ્તારમાં રાધિકા સોસાયટી-૧ માં રહેતા જાગૃતિબેન રમેશભાઈ સલાટ (ઉ.વ 40) નામના મહિલાએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સુરતના વિજય મહેશભાઈ ધકાણ, મહારાષ્ટ્રના નાગપુરના જીતેન્દ્ર દુલીચંદ રોકડે, મયુરી ગણેશભાઈ બોરકર, અનુષ્કા શ્યામચરણ રાઉત, કોમલ રાહુલભાઈ શાહુ (રહે. ત્રણેય નાગપુર)ના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફરિયાદીના પુત્ર કિશોરના લગ્ન કરવાના હોવાથી સુરતમાં મેરેજ ચલાવતા વિજય ધકાણને કહેતા નાગપુરની યુવતી હોવાનું અને તેને લગ્ન ખર્ચ આપવો પડશે તેવી વાત કરી હતી. જેથી ફરિયાદી પરિવાર સાથે નાગપુર જતા નાગપુરમાં મેરેજ બ્યુરો ચલાવતા કોમલ શાહુ અને જીતેન્દ્ર રોકડેનો સંપર્ક કર્યો હતો. મયુરી નામની યુવતી બતાવી હતી અને પુત્રને પસંદ પડતા નાગપુર કોર્ટમાં લગ્ન કરી ત્રણેય દલાલ ને રૂપિયા 1.68 લાખ ચૂકવ્યા હતા. લગ્ન કરી યુવતીને રાજકોટ લાવ્યા હતા.
બાદમાં 25 દિવસ પછી કોમલે અને તેનો પતિ રાહુલ રાજકોટ હતા તે સમયે મયુરીના કાકા બીમાર છે અને મયુરીને પરીક્ષા આપવાની છે તેમ કહી મયુરીને લઈ ગયા હતા. બાદમાં મયુરી પરત ના આવતા અને લગ્નના ખર્ચના પૈસા માંગતા તે પણ પરત આપ્યા ન હતા અને ફોન પણ ઉપાડતા ન હતા.
દરમિયાન કોઠારીયા ગામે બાલાજી પાર્કમાં રહેતા ઉમેશભાઈ જમનાદાસભાઈ ઠકરારના પુત્રના લગ્ન પણ આ જ રીતે આરોપીઓએ અનુષ્કા સાથે કરાવી 1.75 લાખ ખર્ચ પેટે લઈ લીધા હતા બાદમાં અનુષ્કા લગ્ન પ્રસંગમાં જવાનું કહી નાગપુર ગયા બાદ પરત ફરી ન હતી. જેથી આ આ બંને પરિવાર સાથે નાગપુરની આ ટોળકીએ રૂ.3.43 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં મહા શિવરાત્રીના પાવન પર્વ દિવસે ખામનાથ મહાદેવજીની વરણાગી શોભાયાત્રા યોજાઇ
February 26, 2025 06:34 PMસૂફી સંત શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ ની આસ્થા સભર ઉજવણી
February 26, 2025 06:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech