વડાપ્રધાન મોદી ના સ્વાગત માટે અમદાવાદમાં રોડ–શો

  • May 21, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન મોદી ૨૬–૨૭ મે દરમિયાન વડોદરા, દાહોદ, ભૂજ અને ગાંધીનગર એમ ચાર અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. ૨૬મીને સોમવારની સાંજે ૬.૩૦ વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે ત્યારે મહાનુભાવો દ્રારા સ્વાગત કરાશે.
અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની પણ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ વચ્ચેના આઇકોનિક રોડ ઉપર ઉમટી પડશેઓપરેશન સિંદૂર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સાહે પહેલી વખત ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે તેમના ભવ્ય સ્વાગત માટેની તૈયારી શ થઇ છે. વડાપ્રધાન મોદી ૨૬–૨૭ મે દરમિયાન વડોદરા, દાહોદ, ભૂજ અને ગાંધીનગર એમ ચાર અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.
તા.૨૬મીને સોમવારની સાંજે ૬.૩૦ વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે ત્યારે મહાનુભાવો દ્રારા સ્વાગત કરાશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની પણ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ વચ્ચેના આઇકોનિક રોડ ઉપર ઉમટી પડશે. અહીં ખાતે થીમ પહોંચશે.
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર, અન્ય આગેવાનોએ આ સંદર્ભે બેઠક યોજી હતી. જેમાં થયેલી ચર્ચા પ્રમાણે, સોમવારે વડાપ્રધાન વડોદરા, દાહોદ અને ભૂજના કાર્યક્રમો પૂરા કરી અમદાવાદ આવશે ત્યારે તેમનું સ્વાગત કરાશે.
ઇન્દિરા બ્રિજ સુધીના માર્ગ ૫૨ ઓપરેશન સિંદૂરના સૈન્ય પરાક્રમની પ્રસ્તુત કરતી વિવિધ થીમ આધારિત ટેબ્લો અને પ્રતિકૃતિઓ ઊભી કરી કરાશે. વડાપ્રધાન એરપોર્ટથી ગાંધીનગર રાજભવન પહોંચશે અને રાત્રિરોકાણ કરશે. ૨૭મીએ સવારે મહાત્મા મંદિર શહેરી વિકાસ વિભાગ યોજિત વિકાસના વીસ વર્ષની પરના કાર્યક્રમમાં હાજર રહેશે.
વડાપ્રધાન મોદી ૨૬–૨૭ મે દરમિયાન વડોદરા, દાહોદ, ભૂજ અને ગાંધીનગર એમ ચાર અલગ અલગ સ્થળે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે. ૨૬મીને સોમવારની સાંજે ૬.૩૦ વાગે વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે ત્યારે મહાનુભાવો દ્રારા સ્વાગત કરાશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જનમેદની પણ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ વચ્ચેના આઇકોનિક રોડ ઉપર ઉમટી પડશે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application