છેવાડાના વિસ્તાર સુધી અવિરત સુવિધાની વધુ એક નેમ સાકાર: સંસદસભ્ય પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેકની જહેમત સફળ- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરાયો
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના યશસ્વી નેતૃત્વમાં અને મુખ્યમંત્રી માન. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં સર્વાગી વિકાસ થઇ રહ્યો છે અને છેવાડાના વિસ્તાર સુધી સુવિધાઓ કરવાની સરકારની નેમ છે, જે વધુ એક વખત સાકાર થઇ છે, જેમાં દ્વારકા તાલુકામાં રોડ-રસ્તા અને નાળા-પુલિયા ના કામો માટે રૂપીયા ૧૦,૫૦ કરોડના ખર્ચ મંજુર કરાયા છે. આ જુદા જુદા ગામડાઓમાં રોડ- રસ્તા અને નાળા-પુલિયાની સુવિધાઓ માટે સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ અને ધારાસભ્ય પબુભા માણેક દ્વારા સરકારમાં રજુઆત કરાઇ હતી તે જહેમત સફળ રહી છે અને આ તકે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરાયો છે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ ૨૪-૨૫ હેઠળ, આયોજન સિવાયના કામો મંજુર કરી જોબ નંબર ફાળવાયા છે તે પંચાયત હસ્તક થનાર કામોમાં, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામના ઝાંપાથી ચરકલા હાઈવેથી બાંધલહોના પુલને જોડતા રસ્તાનુ ૫.૫૦ કી.મીનું ડામરકામ, સી.સી.રોડ તથા નાળાકામ માટે રૂપીયા 3.30 કરોડ, તેવી જ રીતે ખતુંબા ગામથી મુળવેલ ગામને જોડતા રસ્તાના ૬.૫૦ કી.મી.ના કામ માટે રૂપીયા ૩.૯૦ કરોડ, સંગાસર ગામથી લિંગારેશ્વર મહાદેવના મંદિર સુધીના રસ્તાનું ર કી.મી.ના કામ માટે રૂપીયા ૧.૨૦ કરોડ અને મોજપ ગામના ફાટકથી ઢોલીવારી માતાજીના મંદીરને જોડતા રસ્તાના ૩.૫૦ કી.મી.ના કામ માટે રૂપીયા ૨.૧૦ કરોડ મળી જુદા જુદા ચાર કામોનો સમાવેશ થાય છે જે માટે રૂપીયા ૧૦.૫૦ કરોડનો ખર્ચ મંજુર કરતો હુકમ રાજ્ય સરકારશ્રીના માર્ગ- મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો.
ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો છેવાડાનો જિલ્લો છે તેમાંય દ્વારકા તાલુકો સાવ છેવાડે આવેલો છે ત્યારે સરકારશ્રીની શહેરી વિકાસને સમાંતર, ગ્રામ્ય વિસ્તાર વિકાસનો સંતુલીત અભીગમ રહ્યો છે અને તે દિશામાં વિકાસ માટે રોડ, રસ્તા, બીલ્ડીંગ, પુલ, પુલીયા, નાલા, આરોગ્ય કેન્દ્રો, સેવા સદનો વગેરેના કામો થયા છે અને હજુય આવા જરૂરી કામો થઇ રહ્યા છે.
ત્યારે ગ્રામ્ય વિસ્તારના આવાગમનને સુગમ બનાવવા અને કનેક્ટીવીટી પુરી પાડવાના અત્યંત આવશ્યક કામો ગુજરાત સરકારશ્રીએ મંજુર કરી, જોબ નંબર ફાળવી. પંચાયત માર્ગ મકાન વિભાગને કામો કરવાના જરૂરી આદેશ કરતા, આ સાકાર થનાર નવી સુવિધાઓ અંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ અને દ્વારકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પબુભા માણેકએ મુખ્યમંત્રી માન.શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech