ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લામાં જ્યાં જરૂર હોય ત્યાં સાઇનેજીસ લગાવવા, સ્કૂલોના બાળકોને લઈ જતાં વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવા, વિદ્યાર્થીઓના વાલીઓ સાથે મિટીંગ યોજવા,રોંગ સાઈડમાં વાહન ચલાવનાર વાહન ચાલકો, હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકો સામે દંડની કાર્યવાહી કરવા, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરવા તેમજ હિટ એન્ડ રનના કેસમાં ભોગ બનનારને નિયમોનુસાર મળવા પાત્ર સહાયની સમયસર ચૂકવણી કરવા જરૂરી સુચનો કર્યાં હતાં.
આ બેઠકમાં આર. ટી. ઓ. ઓફિસર આઈ. એસ. ટાંકે સંબંધિત વિભાગો દ્વારા કરેલ કામગીરીના અહેવાલ અંગે ચર્ચા કરી હતી.બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ, મોટર વ્હિકલ ઇન્સ્પેકટર એન. એસ. કડીયા સહિત સંબંધિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech