રિંકુ સિંહે શ્રીલંકા સામે કમાલની બોલિંગ કરી હતી. સિરીઝની ત્રીજી T20માં રિંકુએ 2 વિકેટ લઈને ટીમ મેચમાં ઈન્ડિયાની વાપસી કરી હતી. રિંકુ સિંહે ઇનિંગની 19મી ઓવર ફેંકી હતી. રિંકુએ આ મેચ દ્વારા T20 ઈન્ટરનેશનલમાં બોલિંગમાં ડેબ્યૂ કર્યું હતું. હેડ કોચ ગૌતમ ગંભીર રિંકુની બોલિંગથી ખૂબ જ ખુશ દેખાયા હતા. રિંકુએ વિકેટ લેતા જ સિરિયસ દેખાતા હેડ કોચ ગૌતમ ગંભીરના ચહેરા પર સ્મિત આવી ગયું હતું. ગંભીરનું આ રીએક્શન ઝડપથી વાયરલ થઈ રહી છે.
કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇનિંગની 19મી ઓવરની જવાબદારી રિંકુ સિંહને આપી હતી. જ્યારે રિંકુ બોલિંગ કરવા આવ્યો ત્યારે શ્રીલંકાને જીતવા માટે 2 ઓવરમાં માત્ર 09 રનની જરૂર હતી. રિંકુની ઓવર શરૂ થાય તે પહેલા એવું લાગતું હતું કે શ્રીલંકા આસાનીથી જીતી જશે પરંતુ તેણે આખી ગેમ પલટી નાખી. રિંકુએ તેની ઓવરમાં માત્ર 03 રન જ આપ્યા હતા. આટલું જ નહીં રિંકુએ 2 વિકેટ પણ લીધી હતી.
રિંકુની વિકેટ લેવાથી ગંભીર ખુશ હતો
રિંકુની ઓવરનો પહેલો બોલ ડોટ હતો. ત્યારબાદ બીજા જ બોલ પર તેણે કુસલ પરેરાને કેચ મારફત આઉટ કર્યો. રિંકુએ વિકેટ લેતા જ ગંભીરના ચહેરા પર અદ્ભુત સ્મિત જોવા મળ્યું. ગંભીરનું આ રીએક્શન ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 સુપર ઓવરમાં પહોંચી હતી. સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 137/9 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 137/8 રન જ બનાવી શકી અને મેચ ટાઈ થઈ ગઈ.
ત્યારબાદ બંને વચ્ચે સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને માત્ર 02 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયા રન બનાવવા માટે ઉતરી અને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને જીત મેળવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech