સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળાને ગ્રહણ લાગ્યું હોય તેમ હજુ ગાડી પાટે ચડતી નથી. રાઈડસ ધારકો, ખાણીપીણીના સ્ટોલના અરજદાર ધંધાર્થીઓને કલેકટર તંત્ર દ્વારા મુકાયેલા નવા નિયમો મંજુર નથી જયારે આ નિયમોમાં કોઈપણ બાંધછોડ કરવા માટે કલેકટર તંત્ર તૈયાર નથી. બન્નેમાંથી એક પણ નમતું જોખવાના મુડમાં ન દેખાતા હરાજી થઈ શકી નથી. આવતીકાલે વધુ એક વખત હરાજીનો ચાન્સ લેવામાં આવ્યો છે. જો આ હરાજી પણ ધંધાર્થીઓ હાજર નહીં રહે અને કલેકટર તંત્ર પણ મકકમ રહેશે તો આ વખતનો મેળો ખાણીપીણીના, આઈસ્ક્રીમના મોટા સ્ટોલ અને મોટી રાઈડસ વિનાનો ફિક્કો પડશે.
અગ્નિકાંડના પગલે દુધ પણ ફુંકી ફુંકીને પીવાની નેમ પર ચાલવાનું લોકમેળા મુદ્દે નકકી થયું તે મુજબ મોટી રાઈડસ માટે ફાઉન્ડેશન ફરજીયાત કરાયું છે. આ ઉપરાંત યાંત્રીક વિભાગના સર્ટીફીકેટ, રાઈડસ ચલાવનારના લાયકાતના પ્રમાણપત્ર સહિતની વિગતો સાથે મેળામાં ૪૪ નિયમો મુકાયેલા છે. આ રાઈડસની નિયમાવલી ઉપરાંત ખાણીપીણી, આઈસ્ક્રીમના સ્ટોલ ધારકોને પણ એડવાન્સ જીએસટી ભરવા માટે કહેવામાં આવ્યું છે. આ નિયમો રાઈડસ ધારકો અને ખાણીપીણીના ધંધાર્થીઓને પ્રથમથી જ ગળે ઉતરતા નથી. ગત શનિવારે પ્રથમ ડ્રો અને હરાજી યોજાઈ હતી. જેમાં નાના સ્ટોલના ડ્રો થયા હતા. જયારે રાઈડસ માટે પ્લોટ અને મોટા સ્ટોલના અરજદારો હરાજીથી અળગા રહ્યા હતા.
ફરી સોમવારે એ ને એ પ્રશ્ર્ન રહ્યો હતો. રાઈડસ ધારકો દ્વારા ફાઉન્ડેશન સહિતના નિયમો હળવા કરવા અને રાઈડસનો ભાવ વધારો આપવાની માંગણી દોહરાવાઈ હતી. કલેકટર સુધી રજૂઆત થઈ હતી. ટેકનીકલ અભિપ્રાય સાથે નિર્ણય લેવા માટે ગઈકાલે કલેકટર સાથે ફરી બેઠક મળી હતી. જેમાં કોઈ નિર્ણય આવ્યો ન હતો. કલેકટર તંત્ર દ્વારા એસઓપી મુજબ વર્તવું પડશે નિયમોનું પાલન કરવું પડશે તેવું સ્પષ્ટપણે અરજદારોને કહી દેવામાં આવ્યું હતું. જેથી પ્રશ્ર્ન લટકતો રહી ગયો હતો. આજે વધુ એક વખત લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા આગામી તા.૨૪ થી ૨૮ સુધી યોજાનારા મેળામાં રાઈડસ માટેના પ્લોટ અને આઈસ્ક્રીમ તેમજ ખાણીપીણી માટેના મોટા સ્ટોલની સંભવત: હરજી આવતીકાલે ૩.૩૦ કલાકે રાજકોટ શહેર પ્રાંત-૧ કચેરી (જુની કલેકટર કચેરી) ખાતે રાખવામાં આવી છે. રાઈડસ ધારકોએ પણ એ જ વાત દોહરાવી હતી કે, ફાઉન્ડેશન કરવામાં આવે તો દોઢથી બે લાખનો ખર્ચ થઈ જાય અને આ પાંચ દિવસના મેળા માટે આ ખર્ચ પરવડે નહીં જેથી આવતીકાલની હરાજીમાં હાજર રહેવું કે ન રહેવકું તે બધા સાથે મળીને નિર્ણય લેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફાયરિંગ, તોડફોડ અને અભદ્રતા; સીતાપુરમાં બીજેપી નેતાના ઘર પર હુમલો, પોલીસે 6 આરોપીઓની કરી ધરપકડ
November 17, 2024 06:09 PMબાલાઘાટઃ દુગલાઈના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, એક જવાન ઘાયલ
November 17, 2024 06:03 PM'ભાજપ જાણીજોઈને મણિપુરને સળગાવવા માંગે છે', ખડગેનો મોટો આરોપ
November 17, 2024 04:55 PMPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech