જૂનાગઢ પંચહાટડી ચોકમાં વેપારી પર રીક્ષાચાલકની જબરદસ્તી

  • May 19, 2025 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં પંચહાટડી ચોકમા ફરસાણ– સ્વીટ માર્ટની દુકાન પાસે રીક્ષા રાખવા બાબતે વેપારી અને રીક્ષા ચાલક વચ્ચે માથાકૂટ થઈ હતી.રીક્ષા ચાલકે વેપારી પર પાઇપ વડે હત્પમલાનો પ્રયાસ કર્યેા હતો.પરંતુ વેપારીની સમય સૂચકતાથી બચાવ થયો હતો.સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.બનાવ બાદ આસપાસના વેપારીઓએ મામલો થાળે પાડો હતો.પરંતુ રીક્ષા ચાલકની દાદાગીરી સામે વેપારીઓમાં રોષ ફેલાયો હતો. જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો ના બનાવ બાદ પોલીસ એકશનમાં આવી છે અને વેપારી પર હત્પમલો કરનાર અજાણ્યા ઇસમ સામે પોલીસ ફરિયાદી બની છે અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ ખરીદી માટે મુખ્યત્વે વિસ્તાર ગણાતા  પંચહાટડી ચોકનો પાકિગ ઝોન અને વનવે  જાહેર કરાયો છે. પંચહાટડી ચોક પર આવેલ ફરસાણની દુકાન પાસે રીક્ષા ઉભી રાખી હતી. રીક્ષા હટાવવા બાબતે  રીક્ષા ચાલક અને વેપારી વચ્ચે બોલાચાલી થઈ હતી. જેથી રીક્ષા ચાલકે ઉશ્કેરાઈ દુકાન બહાર ઊભેલા વેપારી યુવક પર પાઇપ વડે હત્પમલો કર્યેા હતો. પરંતુ સમય સૂચકતાથી વેપારીનો બચાવ થયો હતો અને રીક્ષા ચાલકના હાથમાંથી પાઇપ  ઝૂંટવી લીધો હતો. ઘટનાને પગલે આસપાસના વેપારીઓ એકઠા થઈ ગયા હતા અને મામલો થાળે પાડો હતો. અત્રે ઉલ્લ ેખનીય છે કે પચં હાટડી ચોક  વન વે હોવા છતાં આ વિસ્તારમાં મોટા વાહનોની અવરજવર રહે છે. રીક્ષા ચાલકની દાદાગીરીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે.
સમગ્ર બનાવમાં વાયરલ વીડિયોના આધારે પોલીસ એકશનમાં આવી છે અને એ ડિવિઝન પીએસઆઇ સોલંકીએ અજાણ્યા ઇસમ સામે ફરિયાદી બની જાહેરનામાનો ભગં અન્વયે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application