શહેરના લોહાનગર વિસ્તારમાં આવેલા કંપનીના ગોડાઉનમાં રાત્રિના દિવાલ ઠેકી બારીનો સળીયો વાળી દઈ .૫૪,૫૦૦ ની કિંમતની છ બેટરીની ચોરી થઈ હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી.દરમિયાન એલસીબી ઝોન–૨ ની ટીમે તપાસ હાથ ધરી આ ચોરીમાં શાક્રી મેદાનની દીવાલ પાસેથી રીક્ષાચાલકને ઝડપી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી ચોરી કરેલી છ બેટરી અને રીક્ષા સહિત કુલ .૧.૦૪ લાખનો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નવા થોરાળા શેરી નંબર–૮ માં રહેતા અનિલભાઈ છગનભાઈ ડોડીયા (ઉ.વ ૪૯) દ્રારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિપટેક પેરીફેલ્સ પ્રા.લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.કંપનીનું ગોડાઉન જે લોહાનગર બીએસએનએલ એકસચેન્જ આનંદનગર સ્ટીલની બાજુમાં આવેલું હોય અહીં કંપનીના ગોડાઉનમાં તા. ૯૨ ના રાત્રીના બે થી ચાર વાગ્યાના સમય દરમિયાન ગોડાઉનની પાછળની દીવાલથી ઠેકી કોઈ શખસ અંદર પ્રવેશી ગોડાઉનની બારીનો સળિયો એક સાઇટથી તોડી અથવા વાળી ત્યાંથી બેટરી ચોરી કરતો હોવાનું નજરે પડું હતું. જેથી પિયા ૫૪,૫૦૦ ની કિંમતની આ બેટરી ચોરી કરી ગયું હતું.
ચોરીના આ બનાવને લઇ એલસીબી ઝોન–૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે શાક્રી મેદાન દીવાલ પાસેથી શંકાસ્પદ રીક્ષાને ઝડપી લીધી હતી.પોલીસે રીક્ષાચલાકની પુછતાછ કરતા તેનું નામ શનિ જગુભાઇ ચારોલીયા(ઉ.વ ૨૩ રહે. લોહાનગર મફતીયાપરા ગુકુળ સામે ગોંડલ રોડ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે રીક્ષામાં જોતા તેમાં બેટરી પડી હોય આ બાબતે આકરી પુછતાછ કરતા આ શખસે ગોડાઉમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.પોલીસે આરોપી પાસેથી છ બેટરી અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી રીક્ષા સહિત કુલ .૧.૦૪ લાખનો મુદામાલ કબજે કર્યેા હતો.આરોપીએ કડાકાઇ દૂર કરવા ચોરી કર્યાનુ રટણ કયુ હતું.શની સામે અગાઉ માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઇ ચૂકયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech