શહેરના જુના માર્કેટિંગ યાર્ડ પાસેના વિસ્તારમાં રહેતા શખસે આ જ વિસ્તારમાં રહેતી સગીરાનો પીછો કરી તેનો હાથ પકડી તેની જાતીય સતામણી કરી હતી. આ બાબતે સગીરાની માતાએ આ શખસને ઠપકો આપતા લાજવાના બદલે ગાજી તેણે સગીરાની માતાને ગાળો આપી હતી. જેથી આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે છેડતી અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોધી આરોપી રીક્ષાચાલકે ઝડપી લઈ જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ વાંકાનેર પંથકના વતની ૩૦ વર્ષીય મહિલાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જૂના માર્કેટિંગ યાર્ડ પાછળ મચ્છાનગરમાં રહેતા કરણ સુરેશદાસ રામાવતનું નામ આપ્યું છે. જેના આધારે પોલીસે આ આરોપી સામે ની કલમ ૩૫૪(ડી), ૫૦૪ અને પોકસો એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની ૧૨ વર્ષ ૯ માસની દીકરીનો આરોપી કરણ રામાવત છેલ્લા એકાદ મહિનાથી પીછો કરતો હોય તેમ જ તેની સામે આખં મારી, તેનો હાથ પકડી સતામણી કરતો હોય આ બાબતે મહિલાએ આરોપીને ઠપકો આપ્યો હતો. જેથી આ શખસ મહિલાને પણ ગાળો આપી હતી બાદમાં મહિલાએ આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એમ. જાડેજાની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી તણીની પજવણી કરનાર રીક્ષાચાલક કરણ રામાવત(ઉ.વ ૨૨) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech