ભારતના કાયદાનો ભંગ કરવા બદલ એમેઝોન- ફ્લિપકાર્ટના લાઇસન્સ રદ કરો: ટ્રેડર્સ ફેડરેશન

  • April 09, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના કાયદાનો ભંગ કરવા બદલ એમેઝોન અને ફ્લિપકાર્ટના લાયસન્સ રદ કરવા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા કેન્દ્ર સરકારમાં લેખિત રજુઆત કરાઇ છે.વિશેષમાં આ અંગે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રેસિડેન્ટ જ્યેન્દ્રભાઇ તન્નાએ ભારત સરકારના કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય એમએસએમઇ મંત્રી

જીતમ રામ માંજીને ભારતના કાયદાઓનો વારંવાર ભંગ કરવા બદલ એમેઝોન અને ફ્લિપકાર્ટના લાઇસન્સ રદ કરવા માટે વિસ્તૃત પત્ર પાઠવી રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે ફેડરેશન વતી ભારપૂર્વક વિનંતી છે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ (વોલમાર્ટની માલિકીની) ના લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે કારણ કે ૨૦૧૩માં વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરવા બદલ તેમને આપવામાં આવેલા લાયસન્સની શરતોનું પાલન કરી રહ્યા નથી, એટલું જ નહિ પરંતુ સતત બેજવાબદારી રીતે ઉલ્લંઘન કરી રહ્ય છે. આ કમ્પનીઓએ વારંવાર અને ઇરાદાપૂર્વક તેમને આપવામાં આવેલા લાઇસન્સ મુજબ વાજબી વ્યવહારની શરતોનો અનાદર કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી વિભાગો દ્વારા ઘણા બધા કેસ છે જે વિવિધ રાજ્યોમાં વિવિધ સરકારી વિભાગો અને સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે.અગાઉ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે, જે પુરાવા છે કે તેઓ વાજબી વ્યવસાયિક પ્રથાઓ ચલાવવા માટે પરવાનગીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમને જાણે ભારતના કાયદાની પડી જ નથી.

રજુઆતમાં ઉમેર્યું છે કે, તાજેતરના મહિનાઓમાં બીઆઇએસ અધિકારીઓ દ્વારા તેમના અનેક પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા છે અને વિવિધ રાજ્યોમાં આમાંથી મોટાભાગના સ્થળોએથી હલકી ગુણવત્તાવાળા અને નકલી માલ મળી આવ્યા છે. આ દર્શાવે છે કે તેઓ મોટા પાયે ગેરકાયદેસર સામગ્રીને પ્રોત્સાહન આપી રહ્યા છે. સમગ્ર ભારતમાં તેઓ આ વ્યવસાય કરે છે.આ માલ સામાન બજારોમાં વેચવાની મનાઈ છે. અમે તમને ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને તેમની ખોટી પ્રથાઓ વિશેની બધી માહિતી એકત્રિત કરો અને તેમના લાઇસન્સ રદ કરો અને જ્યાં સુધી તમારી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ન્યાયનું રક્ષણ કરવા માટે તેમના લાઇસન્સ સસ્પેન્ડ કરવા જોઈએ. અન્ય છૂટક અને જથ્થાબંધ વ્યવસાયોની જેમ ભારતીય નિયમોનું સન્માન અને પાલન આ લોકોએ પણ કરવું જોઈએ. કાયદો બધા ઉપર સમાન રીતે લાગુ થવો જોઈએ.આશા છે કે તમે બંને આ કંપનીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેશો જે પોતાને ભારતના કાયદાથી ઉપર માને છે તેમ અંતમાં જણાવ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application