ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય "શ્રી દ્વારકેશ કમલમ્" ખાતે સદસ્યતા અભિયાન અંતર્ગત ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી નરેશભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની સદસ્યતા અભિયાન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જેમાં સદસ્યતા અભિયાનમાં યુવા મોરચાની કામગીરીની સમીક્ષા કરીને સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા મોરચાની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે કામગીરી અંગે જરૂરી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.
આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારિયા, પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તથા જામનગર મહાનગર યુવા મોરચાના પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા યુવા મોરચાના પ્રભારી કુલદીપસિંહ ચુડાસમા, જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ વનરાજસિંહ વાઢેર, મહામંત્રી આનંદભાઈ હરખાણી, દિનેશભાઈ બેલા, પ્રદેશ યુવા મોરચાના કારોબારી સભ્ય દિલીપભાઈ ગઢવી તેમજ જિલ્લા મંડળ યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાંજ પડતાં મચ્છરોનો ત્રાસ વધી જાય છે? ઘરે જ તૈયાર કરો મચ્છર ભગાડનારા 5 સ્પ્રે
April 04, 2025 03:52 PMમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech