પોરબંદર ભાજપના પુર્વ જિલ્લા પ્રમુખને બે વિધાનસભા સીટની સોંપાઈ જવાબદારી

  • May 29, 2025 02:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર ભાજપના પુર્વ પ્રમુખને ભાવનગર મહાનગર ધારાસભા સીટ અને બોટાદ જિલ્લા ધારાસભાની બેઠકની શક્તિ કેન્દ્ર સંયોજક તરીકેની જવાબદારી આપવામાં આવી છે.
પ્રદેશ ભાજપ કાર્યાલય ’શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી  રત્નાકર, પુર્વ પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ પ્રશિક્ષણ વિભાગના પ ક્ધવીનર  કે. સી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ’પ્રદેશ બેઠક’ માં જિલ્લાવાર શક્તિ કેન્દ્ર સંયોજકની ધારાસભા દીઠ બેઠકની યોજના બનાવવામાં આવી જેમાં પોરબંદર ભાજપના પુર્વ પ્રમુખ અને પ્રદેશ કારોબારી સભ્ય વિજયભાઈ થાનકીને ભાવનગર મહાનગર ધારાસભા સીટ તથા બોટાદ જિલ્લા ધારાસભાની બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે.સમગ્ર પ્રદેશમાં આ યોજના  હેઠળ શક્તિ કેન્દ્ર સંયોજકોની  ધારાસભા દીઠ બેઠકનું આયોજન કરેલું છે, જે ૧૦ જુન સુધીમાં પુર્ણ કરવા પ્રદેશે સુચના આપી છે.પ્રદેશ ભાજપ દ્વારા વિજયભાઈ થાનકીને આવી  મહત્વની કામગીરી સોંપતા પુર્વ કેબિનેટ મંત્રી  બાબુભાઈ બોખીરીયા ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા,જિલ્લા  સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી તથા જિલ્લા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મહામંત્રી અશોકભાઈ મોઢા અને શહેર પ્રમુખ સાગરભાઇ મોદી અને નિલેષભાઈ બાપોદરા દ્વારા અભિનંદન પાઠવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application