ઉત્તરાખડં બાદ વધુ એક ભાજપ શાસિત રાજય આસામ યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની દિશામાં આગળ વધી રહ્યું છે. રાજયના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની આગેવાની હેઠળની કેબિનેટે રાયમાં રહેતા મુસ્લિમોના લગ્ન અને છૂટાછેડાની નોંધણી સંબંધિત ૮૯ વર્ષ જૂના કાયદાને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.
આસામ સરકારે રાયમાં બાળ લગ્ન પર પ્રતિબધં મૂકવા માટે મુસ્લિમ લ અને છૂટાછેડા નોંધણી અધિનિયમ, ૧૯૩૫ નાબૂદ કર્યેા છે. ગઈકાલે મોડી રાત્રે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે '૨૩ ફેબ્રુઆરીના રોજ, આસામ કેબિનેટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો અને વર્ષેા જૂનો આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી કાયદો પાછો ખેંચી લીધો. આ કાયદામાં એવી જોગવાઈઓ હતી કે વર અને વરની લ માટે કાયદેસરની ઉંમર એટલે કે છોકરીઓ માટે ૧૮ વર્ષ અને છોકરાઓ માટે ૨૧ વર્ષ ન હોય તો પણ લની નોંધણી કરાવી શકાશે. આસામમાં બાળ લ રોકવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.
મુસ્લિમ લગ્ન રજિસ્ટ્રારને વળતર આપાશે
આસામ સરકારે કહ્યું કે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમને નાબૂદ કર્યા પછી, મુસ્લિમ લગ્નની નોંધણી પણ જિલ્લા કમિશનર અને જિલ્લા રજિસ્ટ્રાર દ્રારા સ્પેશિયલ મેરેજ એકટ હેઠળ કરવામાં આવશે, જે અગાઉ ૯૪ મુસ્લિમ લગ્ન રજીસ્ટ્રાર દ્રારા કરવામાં આવતું હતું. સરકારે જાહેરાત કરી છે કે મુસ્લિમ લગ્નની નોંધણી કરાવનાર રજીસ્ટ્રારને હટાવવામાં આવશે અને તેમને દરેકને ૨ લાખ પિયાનું વળતર આપવામાં આવશે. આસામ સરકારે આ કાયદાઓને હટાવવા પાછળ દલીલ કરી છે કે આ કાયદા બ્રિટિશ શાસનકાળના છે.
આસામ સરકાર બાળ લ સામે કાયદો લાવશે
ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા મૌલાના બદદ્દીન અજમલે સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યેા છે. તેમનું કહેવું છે કે બહુપત્નીત્વ માત્ર મુસ્લિમોમાં જ નહીં પરંતુ અન્ય ઘણા સમુદાયોમાં પણ છે. આવી સ્થિતિમાં માત્ર મુસ્લિમોને નિશાન બનાવવું યોગ્ય નથી. આસામ સરકાર બાળ લગ્ન સામે કાયદો બનાવવાનું પણ વિચારી રહી છે. સીએમ હિમંતા બિસ્વા સરમાએ હાલમાં જ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ્ર કયુ હતું અને કહ્યું હતું કે વર્ષ ૨૦૨૬ સુધીમાં તેઓ આસામમાં બાળ લગ્ન વિદ્ધ કાયદો લાવવાનું વિચારી રહ્યા છે. નવા કાયદામાં બાળ લની સજા બે વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરવાની જોગવાઈ હશે.
આસામમાં યુસીસી લાગુ કરાશે
આ નિર્ણય વિશે માહિતી આપતા પર્યટન મંત્રી જયતં મલ્લા બઆએ કહ્યું, આપણા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પહેલેથી જ જાહેરાત કરી હતી કે આસામમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) લાગુ કરાશે. આજે અમે આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એકટ, ૧૯૩૫ને રદ્દ કરવાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આસામમાં બાળ લ રોકવાની દિશામાં સરકારે આ એક મહત્વપૂર્ણ પગલું ભયુ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech