રાજકોટમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણી ને લઈ ગામેગામ વિરોધ વ્યક્ત કરાઈ રહ્યો છે. જૂનાગઢ રાજપૂત સમાજ દ્વારા ત્રણ દિવસમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.માંગ નહીં સ્વીકારાય તો રાજકોટમાં દેશભરમાંથી લાખો રાજપુતો દ્વારા પુરુષોત્તમ રૂપાલા સામે વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી આપી હતી.
કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરેલી ટિપ્પણીને લઈ વિવાદ વધુને વધુ ઘેરો બની રહ્યો છે. ગોંડલમાં ક્ષત્રિય સંમેલનમાં રૂપાલા એ બે હાથ જોડીને માફી માગી હોવા છતાં મામલો હજુ થાળે પડ્યો નથી અને દિન પ્રતિ દિન વિવાદ વકરી રહ્યો છે. ગામે ગામ પુરુષોત્તમ રૂપાલા ની ટિકિટ રદ કરવા ની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ રાજપુત સમાજના આગેવાનો દ્વારા પુરુષોત્તમભાઈ રૂપાલા એ કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રોષ વ્યક્ત કરી કેન્દ્રીય મંત્રીની રાજકોટ બેઠકની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હતું.
જૂનાગઢ રાજપુત સમાજના આગેવાનના જણાવ્યા મુજબ કેન્દ્રીય મંત્રીએ કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજ માં નારાજગી છે. અખિલ ગુજરાત રાજપૂત સમાજ દ્વારા ત્રણ દિવસમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ની માંગ કરી છે અને આ માંગ નહીં સ્વીકારાય તો રાજકોટમાં દેશભરમાંથી લાખો રાજપૂતોની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech