હાલાર પંથકના ખારાઇ ઊંટની સ્વાસ્થ્ય સંભાળ માટે રિલાયન્સ દ્વારા કેમ્પનું આયોજન
2024નું વર્ષ આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ
જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરકાંઠા વિસ્તારમાં મોસમી વસવાટ કરતા ઊંટ પાલકોના લાભાર્થે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ઊંટ સ્વાસ્થ્ય નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુનાઇટેડ નેશન્સ દ્વારા 2024ના વર્ષને ‘આંતરરાષ્ટ્રિય ઊંટ વર્ષ’ તરીકે જાહેર કરાયું છે. હાલાર પંથકમાં સમાવિષ્ટ થતા જામનગર અને દ્વારકા જિલ્લાના સાગરતટીય વિસ્તારોમાં ભોપા રબારીઓ ખારાઇ પ્રજાતિના ઊંટનું પાલન કરે છે અને માત્ર ઊંટના દૂધ, તેમાંથી બનતા માવા અને ઊંટના વેચાણ દ્વારા જીવન નિર્વાહ ચલાવે છે. ખારાઈ ઊંટોની ખાસિયત એ છે કે, ખુબ સારું તરી શકે છે, ખારું પાણી પી શકે છે અને દરિયાકિનારાની ક્ષારયુક્ત મેન્ગ્રુવ(ચેર) જેવી વનસ્પતિનો ચારો ચરતાં હોય છે. રસપ્રદ છે કે, ઊંટડીનું દૂધ માતાના દૂધનો વિકલ્પ બહી શકે તેટલું પોષક્મૂલ્ય ધરાવે છે. જે કોલેસ્ટ્રોલ નિયંત્રણ, ડાયાબીટીસ નિયંત્રણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી થાય છે.
રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર તાલીમબધ્ધ પશુ ચિકિત્સકોની મદદ લઈને આ વિચરતા માલધારીઓના દૂર-સુદૂર આવેલા ચરિયાણ વિસ્તાર સુધી જઈને ઊંટની આરોગ્ય સંભાળની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. ઊંટમાં મુખ્યત્વે હીમોપ્રોટોઝોન અને સંસર્ગજન્ય ચામડીના રોગ થતા હોય છે. કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા – મહાદેવિયા, ખંભાળિયા તાલુકાના બેહ અને જામનગર તાલુકાના બેડ ગામોના અંતરિયાળ વિસ્તારમાં જઈને ૨૦૦ જેટલા ઊંટની સંપૂર્ણ આરોગ્ય વિષયક ચિકિત્સા કરી મેડીકલ, સર્જીકલ અને ગાયનેકોલોજીકલ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત પશુપાલકોને ઊંટના સ્વાસ્થ્ય માટે જરૂરી સાર સંભાળ માટે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પમાં સરકારશ્રીના બંને જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પણ જરૂરી તાંત્રિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech