અકાઇન્ડ તેની બિલ્ડ, બેલેન્સ અને ડિફેન્સ રેન્જ દ્વારા 'લિસન ટુ યોર સ્કિન'ની ફિલસૂફી રજૂ કરે છે, જે ફક્ત ટીરા પાસે જ ઉપલબ્ધ છે
રિલાયન્સ રિટેલના ઓમ્નીચેનલ બ્યુટી રિટેલ પ્લેટફોર્મ ટીરાએ આજે તેની સ્કિનકેર બ્રાન્ડ 'અકાઇન્ડ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. મીરા કપૂર દ્વારા સહ-સ્થાપિત અકાઇન્ડનું મુંબઈમાં જિયો વર્લ્ડ ડ્રાઇવમાં આવેલા ટીરાના ફ્લેગશિપ સ્ટોરમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.
અકાઇન્ડ સમજે છે કે દરેક વ્યક્તિની ત્વચા અનન્ય છે અને વ્યક્તિગત સંભાળ માગી લે છે અને તેની જરૂરિયાતોને સંતોષીને ત્વચા સંભાળને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. આ લક્ષ્ય સાથેના અભિગમ થકી આ બ્રાન્ડ વ્યક્તિગત રીતે ઉપયોગકર્તાને તેમના ત્વચા સંભાળના લક્ષ્યોને હાંસલ કરવા માટે સશક્ત બનાવશે. અકાઇન્ડ રેન્જની દરેક ફોર્મ્યુલેશન વ્યક્તિની ત્વચાને બહેતર બનાવવાનો એક વિશિષ્ટ હેતુ પૂરો પાડે છે, તેને આ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે:
ધ બિલ્ડ રેન્જ, ક્લીન સ્લેટ હાઇડ્રેટિંગ ક્લીન્સર, ઓન ક્લાઉડ નાઇન લાઇટવેઇટ મોઇશ્ચરાઇઝર અને સ્લીપ ટાઇટ ફર્મિંગ સીરમ કુદરતી સ્થિતિમાં સ્કીન બેરિયરને રિપેર અને રિસ્ટોર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ધ બેલેન્સ રેન્જ, ફ્રેશ સ્ટાર્ટ ઓઈલ-ફ્રી બેલેન્સિંગ ક્લીન્સર, બાઉન્સ બેક સુથિંગ એન્ડ પ્યુરીફાઈંગ ટોનર, અને ગેટ ઈવન એવરીડે મલ્ટી-એક્ટિવ સીરમનો આ રેન્જમાં સમાવેશ કરવામાં આવ્યો છે જે, સ્કીન બેરિયરની નરમ, સંતુલન સ્થિતિ જાળવવામાં મદદ કરે છે, તેના પરિણામે સ્વસ્થ, ભીતરથી પ્રકાશિત ગ્લો આવે છે.
ધ ડિફેન્સ રેન્જ, બ્રાઈટ આઈડિયા રેડીઅન્સ સીરમ, નો શેડ સનસ્ક્રીન પ્રાઈમર એએસપીએફ 50 પીએ++++, અને સુપર સ્મૂથ સન સ્ટિક એએસપીએફ 50 પીએ+++, પ્રદૂષણ, જીવનશૈલીના પરિબળો અને સૂર્યપ્રકાશથી થનારા નુકસાન જેવા બાહ્ય આક્રમણોથી સ્કીન બેરિયરને બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યા છે.
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ લોન્ચ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, “અમે પોતાના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં ટીરાની પ્રથમ સ્કિનકેર બ્રાન્ડ અકાઇન્ડને રજૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ રજૂઆત ટીરાની યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમ જેમ અમે વિસ્તરણ અને વિકાસ કરવાનું ચાલુ રાખીએ છીએ, તેમ તેમ અમે એ વાતની ખાતરી કરીએ છીએ કે અમારી દરેક રજૂઆત અમારા ગ્રાહકના સૌંદર્ય અનુભવને વધારે અને એ સાથે અમે નવીનતા અને શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધ રહીએ”
અકાઇન્ડના સહ-સ્થાપક મીરા કપૂરે લૉન્ચ અંગે ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “બહુ થોડા સમય પહેલા મને સમજાયું કે મારી ત્વચાસંભાળની સફર ખરેખર ત્યારે શરૂ થઈ જ્યારે મેં મારી ત્વચાને સાંભળવાનું શરૂ કર્યું. અકાઇન્ડની રેન્જને કાળજી, અજમાયશ અને ભૂલોમાંથી શીખીને ચોકસાઈ સાથે તૈયાર કરવામાં આવી છે અને તેના માટે ઉચ્ચ-અસરકારકતા ધરાવતાં ઘટકોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યા છે જે ચોક્કસ સમસ્યાઓ માટે લક્ષ્યાંકિત ઉકેલો તરીકે કાર્ય કરે છે, આ વિઝનને જીવંત બનાવવા માટે ખાસ તૈયાર કરવામાં આવેલી બ્યૂટી બ્રાન્ડના અલ્ટીમેટ ડેસ્ટિનેશન એવી ટીરાથી વિશેષ રસ્તો બીજો કયો હોઈ શકે. અકાઇન્ડ સાથે હું એગ્નોસ્ટિક, બેરિયર ફોકસ્ડ, હાઇ પર્ફોર્મન્સ અને પ્રાઇસ કોન્શિયસ સ્કીનકેરનો આનંદ શેર કરવા માંગુ છું જે વ્યક્તિની ત્વચાના શ્રેષ્ઠ સ્વરૂપને મેળવવામાં મદદ કરે છે, એવી જ રીતે જે રીતે મેં કર્યું હતું."
પ્રાઇવેટ લેબલ હેઠળ પ્રીમિયમ ક્યુરેટેડ બ્યુટી એસેસરીઝ ટીરા ટૂલ્સના અને વાઇબ્રન્ટ નેઇલ કલર્સ અને કિટ્સની વિશિષ્ટ લાઇન નેલ્સ અવર વેના સફળ લોન્ચ બાદ રિલાયન્સ રિટેલ લિમિટેડ (આરઆરએલ) તેની નવીન રજૂઆતોમાં વધારો કરવાનું ચાલુ રાખે છે. અકાઇન્ડ તરીકે તેની પ્રથમ સ્કિનકેર બ્રાન્ડનો ઉમેરો ગ્રાહકોને સુંદરતા અને વ્યક્તિગત સંભાળની શ્રેણીઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળી, વૈવિધ્યસભર અને ટ્રેન્ડ-સેટિંગ ઉત્પાદનો પૂરા પાડવાની ટીરાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોરોનાના JN.1 વેરિઅન્ટનો કહેર: ભારતમાં વધ્યા કેસ, દેશમાં અત્યાર સુધીમાં 350 એક્ટિવ કેસ
May 24, 2025 08:05 PMએલોન મસ્કનું X દુનિયાભરમાં ડાઉન: લાખો યુઝર્સ પરેશાન
May 24, 2025 07:56 PM૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech