ઉત્તરાખંડમાં હાલમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં મુસાફરોના ભારે ધસારાને કારણે આજે અને આવતીકાલે એટલે કે ૧૫મી અને ૧૬મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બધં રહેશે. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્રાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા. નોંધનિય છે કે, હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્રાર અને ઋષિકેશમાં ફસાયેલા છે.
એક અંદાજ મુજબ આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભકતોની સંખ્યામાં ૪૪%નો વધારો થયો છે. જેના કારણે આ અરાજકતા સર્જાઈ છે. ગંગોત્રી ધામના પૂજારીઓ પણ આનાથી ખૂબ નારાજ છે. તેમનું કહેવું છે કે, મંગળવારે ગંગા સમીના અવસર પર કોઈ પણ ભકત ગંગોત્રી આવી શકયા નથી. આવું એટલા માટે થયું કારણ કે તેઓ વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા. ૨૨ કલાકથી ભકતો ટ્રાફિક જામમાં અટવાયા છે. સ્થાનિક વહીવટીતત્રં દ્રારા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી રહી છે
ઓફલાઈન રજિસ્ટ્રેશન પર પ્રતિબંધ, ઓનલાઈન ચાલુ
ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ૧૫ અને ૧૬ મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબધં મુકવામાં આવ્યો છે. આફલાઇન નોંધણી પ્રક્રિયા શ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ આફલાઇન સ્લોટ બુક થઈ ગયા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શકયો નથી. જોકે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે.
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય જરૂરી
મહત્વનું છે કે, અહીં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં હરિદ્રાર અને ઋષિકેશમાં યાત્રાના ટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. ધામમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ ભકતોનો ભરાવો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઉભો થયો છે. આ બધું જોઈને ભકતોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech