રાજકોટ એસટી બસપોર્ટ અને ડિવિઝનમાં ડ્રાઇવરો અને કંડકટરોની ઘટ પુરવા માટે ૬૫ જેટલા વય નિવૃત ડ્રાઇવરો અને કંડકટરોની કરારજન્ય ધોરણે ભરતી કરવામાં આવી છે.વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે એસટી નિગમમાં ફરજ બજાવી વય નિવૃત થયા હોય અને ૫૮ થી ૬૦ વર્ષ આજુ બાજુની વય હોય તેવા ૪૪ ડ્રાઇવર અને ૨૫ કંડકટરની મેડિકલ ફિટનેસ ચેક અપ કર્યા બાદ ભરતી કરવામાં આવી છે. આ તમામ પ્રતિ માસ .૨૬૦૦૦ના પગારથી કરારજન્ય ધોરણે ફરજ બજાવશે. આ તમામને રાજકોટ ડિવિઝન હેઠળના નવ ડેપો જેમાં રાજકોટ એસટી બસ પોર્ટ, ગોંડલ, મોરબી, ચોટીલા, વાંકાનેર, જસદણ, લીંબડી, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિતના ડેપોમાં પોસ્ટિંગ અપાશે.ડિવિઝન લેવલે કુલ સ્ટાફ સેટ અપના ૧૭થી ૧૮ ટકા જેટલા ડ્રાઇવરો અને કંડકટરોની ઘટ છે
નવા કર્મચારીઓ મળતા નથી, મળે તો કાબેલ હોતા નથી અને કાબેલ નિવડે તો ટકતા નથી !
ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્રારા વિવિધ જગ્યાઓ ઉપર સતત ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા છતાં નવા કર્મચારીઓ મળતા નથી અને મળે તો તે કાબેલ હોતા નથી ( નિર્ધારિત લાયકાત યથાયોગ્ય હોય છે પણ કાર્યકુશળતા હોતી નથી) અને કાબેલ નીવડે તો ટકતા નથી ! આથી સ્ટાફ સેટ અપની ઘટ ભરવા માટે હવે કામ કરવાને લાયક રહ્યા હોય તેવા વય નિવૃત ડ્રાઇવરો અને કંડકટરોનું મેડિકલ ફિટનેસ ચેક અપ કર્યા બાદ કરારજન્ય ધોરણે પુન: ફરજ ઉપર લેવામાં આવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech