સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકી ઉભરાતું હોય છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક વા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાની ૭૦ી ૭૫ હજાર કટ્ટાની ચણાની આવક જોવા મળી હતી. ચણાની હરાજીમાં ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૦૦૦ી લઈને ૧૧૫૬ સુધીના બોલાયા હતા.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ચણા ભરેલા ૭૦૦ થી પણ વધુ વાહનોની ૪ી ૫ કી.મી. લાંબી વાહનોની કતાર લાગી જવા પામી હતી. ચણાની અઢળક આવકને પગલે યાર્ડના સત્તાધીશો દ્વારા આવકને લઈને જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ચણાની આવક સદતર બંધ કરવામાં આવી છે.
યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવકની જાહેરાત કરવામાં આવી હતી અને જે રીતે સૌરાષ્ટ્રના ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર ભરોસો છે એની પાછળનું મૂળ કારણ એ છે કે ખેડૂતે મહા મહેનતે પકવેલા પાકનો ભાવ અહીં સારો મળે છે. અને સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એટલા માટે આવે છે કે અહીં સમગ્ર ભારતભરમાંથી મોટી મોટી ફૂડ કંપનીઓને અહીં વેપાર માટે બોલવામાં આવે છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, જૂનાગઢ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, પોરબંદર સહિતના જીલ્લા ઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેહચવા અહીં ગોંડલ માર્કેટિંગ યાર્ડ ને પ્રમ પસંદગી આપતા હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech