મહાઆરતી બાદ વોર્ડ નં. ૧૫ માં પરિભ્રમણ કરશે
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર અંતર્ગત ખોડલ માઁ નો રથ તૈયાર કરવામાં આવ્યો છે, જે આવતીકાલે સવારે જામનગર શહેરના વોર્ડ નાં ૧૫ માં પ્રવેશ કરશે, જ્યાં ભવ્ય સ્વાગત કરીને મહા આરતી કરવામાં આવશે, ત્યારબાદ સમગ્ર વોર્ડ નંબર ૧૫માં પરીભ્રમણ કરશે. જેના માટે તૈયારી ચાલી રહી છે, અને માતાજીના ઠેર - ઠેર વધામણા કરાશે.
શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ સંચાલિત "કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર' અંતર્ગત જામનગર શહેરમાં વોર્ડ નં.૧૫ માં શ્રી ખોડીયાર માતાજીની શોભાયાત્રા તથા દરેક સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની મહા આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બે ખાસ રથ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ માઁ ખોડલનો રથ અને બીજો કેન્સર હોસ્પિટલની થીમ દ્વારા રથ તૈયાર કરવામાં આવ્યો છે.
જે બન્ને રથ આવતીકાલે શુક્રવાર ને તા ૨૭ ડિસેમ્બરના રોજ વોર્ડ નંબર ૧૫ ના અલગ અલગ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. અને સમગ્ર વોર્ડ નંબર ૧૫ મા માતાજીના ઠેર - ઠેર વધામણા કરાશે. આવતીકાલે શુક્રવારના રોજ શહેરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્ક વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિરે સવારે ૮.૩૦ વાગ્યે પ્રસ્થાન કરાશે.
જેમાં વોર્ડ નં. ૧૫ માં અલગ અલગ વિસ્તારોમાં ફરશે, જેમાં ગ્રીન સિટી, રાધે પાન - રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન - આવાસ, ગરબી ચોક-નીલકંઠ સોસાયટી, સરદાર ચોક - મયુર ટાઉનશીપ કોમન પ્લોટ - ખોડીયાર પાર્ક કોમન પ્લોટ - મયુર બાગ, રાધે ચોક - પંચવટી સોસાયટી,આશીર્વાદ એવન્યુ - મેઈન ગેઇટ, આશીર્વાદ -૨ મેઈન રોડ, ગોરડીયા હનુમાન મંદિર - શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, મારુતિનંદન, મારુતિ રેસીડેન્સી, સેટેલાઈટ પાર્ક, તુલસી એવન્યુ, સહજાનંદ સોસાયટી પાર્ક, તુલસી એવન્યુ સહજાનંદ સોસાયટી ખાતે સાંજે ૭.૦૦ વાગ્યે પુર્ણાહુતી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને કર્યો 125%, મોટાભાગના દેશો માટે 90 દિવસનો વિરામ કર્યો જાહેર
April 09, 2025 11:31 PMગોંડલ રાજવાડી હુમલો: 22 વર્ષ જૂના કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
April 09, 2025 10:38 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર
April 09, 2025 07:21 PMGujarat: વર્ષ 2025-26નું શાળાકીય કેલેન્ડર જાહેર: સપ્ટેમ્બરમાં પ્રથમ પરીક્ષા, 80 દિવસની રજા
April 09, 2025 07:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech