ડાયરેક્ટરએ આતંકીઓના નામ બદલી નાખ્યા હોવાથી થયો હતો જોરદાર હોબાળો
કંધાર વિમાન હાઈજેક પર બનેલી વેબ સીરિઝ આઈસી 814: ધ કંદહાર હાઈજેકમાં હવે વિમાનનું અપહરણ કરનાર આતંકીઓના અસલી નામ જોવા મળશે.ડાયરેક્ટર અનુભવ સિન્હાની નેટફ્લિક્સ સિરીઝ 'આઈસી 814: ધ કંદહાર હાઈજેક 'કે જે વાસ્તવિક ઘટનાઓ પર આધારિત આ વેબ સિરીઝ છે તેને પ્રેક્ષકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, પરંતુ તેણે વિવાદ પણ ઉભો કર્યો હતો.
વેબ સીરીઝમાં, ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટને હાઈજેક કરનાર આતંકવાદીઓ સમગ્ર ઘટના દરમિયાન તેમના સાચા નામને બદલે કોડ નામનો ઉપયોગ કરતા જોવા મળે છે. આ નામો છે- બર્ગર, ચીફ, શંકર અને ભોલા. સોશિયલ મીડિયા પર, લોકોએ હાઇજેકર્સના હિંદુ નામો પર વાંધો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે આ આતંકવાદીઓના સાચા નામો છુપાવવાનો પ્રયાસ છે. નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવવામાં આવ્યા વેબ સિરીઝના વિવાદ વચ્ચે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે કથિત વિવાદાસ્પદ પાસાઓ પર તેમની પાસેથી સ્પષ્ટતા માંગી હતી. નેટફ્લિક્સ વેબ સિરીઝમાં, હાઇજેક થયેલી ફ્લાઇટ આઈસી 814ના અસલી કેપ્ટન દેવી શરણ અને શ્રીંજય ચૌધરીના પુસ્તક 'ફ્લાઇટ ઇન ફિયર'ને શોનો આધાર બનાવવામાં આવ્યો છે. શોમાં તથ્યો માટે સંજય શર્માના પુસ્તકનો સંદર્ભ પણ આપવામાં આવ્યો છે. નેટફ્લિક્સના કન્ટેન્ટ હેડ સાથેની બેઠક બાદ માહિતી પ્રસારણ મંત્રાલય વેબ સિરીઝ અંગે શું પગલાં લીધા હતા અને અપહરણકારોના સાચા નામ રાખવા આદેશ અપાયો હતો.
1999ની સાલમાં પાકિસ્તાની આતંકવાદીઓ ઈન્ડીયન એરલાઈન્સનું અપહરણ કરીને અફઘાનિસ્તાનના કંધારમાં લઈ ગયાં હતા અને બદલામાં તે વખતની અટલ બિહારી વાજપેયી સરકાર પાસે કેટલાક ખૂંખાર આતંકવાદીઓ છોડવાનું દબાણ કર્યું હતું. ભારત સરકારે આ માગ માની લીધી હતી અને આતંકવાદીઓને છોડીને એરલાઈનને આતંકીઓના કબજામાંથી છોડાવી હતી. ડાયરેક્ટર અનુભવ સિંહાએ 'આઈસી 814:ધ કંધાર હાઇજેક' વેબ સીરિઝ બનાવી છે. આ સિરીઝમાં 6 એપિસોડ છે. ડાયરેક્ટરે આ વેબ સીરિઝમાં વિમાનનું અપહરણ કરનાર આતંકીઓના નામ કોડવર્ડમાં રાખ્યાં હતા જેને લઈને વિવાદ થયો. સરકારનું કહેવું છે કે આતંકવાદીઓના અસલી નામ જ રાખો જે પછી તેમાં સુધારો કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજે રામ નવમીના દિવસે આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવશે, નફો વધશે, ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે
April 06, 2025 08:38 AMહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech