કિંગ ખાનની સુરક્ષાની જવાબદારી સંભાળતા રવિનો પગાર છે વર્ષે 3 કરોડ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કોના બોડીગાર્ડ સૌથી મોંઘા છે તેનો તમારો જવાબ સલમાન ખાનના બોડીગાર્ડ 'શેરા' છે તો આ જવાબ એકદમ ખોટો છે. સલમાન ખાન પણ તેમના બોડીગાર્ડ શેરાને મોટી રકમ ચૂકવે છે, પરંતુ સલમાન ખાનના બોડીગાર્ડ શેરા ઈન્ડસ્ટ્રીના સૌથી મોંઘા બોડીગાર્ડ નથી. બોલિવૂડના સૌથી મોંઘા બોડીગાર્ડ રવિ સિંહ છે, જેઓ બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના બોડીગાર્ડ છે. તેઓ શાહરૂખ ખાનની સુરક્ષાની જવાબદારી છેલ્લા 10 વર્ષોથી સંભાળી રહ્યા છે. તેમનો જન્મ દિવસ હોય કે પછી એરપોર્ટ પર સુરક્ષાની વાત હોય કે પછી વિદેશમાં સુરક્ષાની વાત હોય તેઓ હંમેશા પડછાયાની જેમ શાહરૂખ ખાનની સાથે રહે છે.
કેટલો છે પગાર?: રવિ સિંહ શાહરૂખ ખાનની સાથે-સાથે તેમના પરિવારનું પણ ધ્યાન રાખે છે. તેઓ ઘણીવાર સુહાના ખાન, અબરામ ખાન અને આર્યન ખાનની સાથે સ્પોર્ટ થઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શાહરૂખ ખાનના બોડીગાર્ડનો પગાર વાર્ષિક 3 કરોડ રૂપિયા છે. કહેવાય છે કે શાહરૂખ ખાન તેમને દર મહિને 25 લાખ રૂપિયા આપે છે. આટલા મોટા પગારની સાથે તેઓ બોલિવૂડના સૌથી મોંઘા બોડીગાર્ડ બની ગયા છે, જેમને સૌથી વધારે પગાર ચૂકવવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના બોડીગાર્ડ શેરાને પણ દર વર્ષે સારી એવી રકમ મળે છે. તેમનું પેકેજ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. શેરા એ વ્યક્તિ છે જેઓ છેલ્લા 29 વર્ષથી સલમાન ખાન સાથે છે. તેઓ સલમાન ખાનને પોતાના ભાઈ સમાન માને છે.બોલિવૂડના ત્રીજા ખાન આમિર ખાનની વાત કરીએ તો તેમના બોડીગાર્ડનું નામ યુવરાજ ગોરપડે છે. રિપોર્ટ્સ અનુસાર તેમની વાર્ષિક આવક પણ 2 કરોડ રૂપિયા છે. મતલબ કે શેરાની જેમ આમિર ખાનની સુરક્ષા સંભાળનાર યુવરાજ ગોરપડેનું પેકેજ પણ મજબૂત છે.
બિગ બીના બોડીગાર્ડનું નામ જિતેન્દ્ર છે. રિપોર્ટ્સ અનુસાર, તેમનું વાર્ષિક પેકેજ 1.5 કરોડ રૂપિયા છે. અક્ષય કુમારના બોડીગાર્ડ વિશે વાત કરીએ તો શ્રેયસ થેલે તેમના પરિવારની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શ્રેયસની વાર્ષિક આવક 1.2 કરોડ રૂપિયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech