ખંભાળિયાના સેવાભાવી યુવાનોની ટીમ દ્વારા આગામી સોમવાર તારીખ 30 મીના રોજ રઘુવંશી જ્ઞાતિજનો માટે રસોત્સવ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 30 રોજ રાત્રે 8 વાગ્યાથી અત્રે ધરમપુર વિસ્તારમાં આવેલા એન્જોય પાર્ટી પ્લોટ ખાતે વેલકમ નવરાત્રી - 2024 નું સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જેમાં જાણીતા કલાકારો તેમજ સાજીંદાઓ રાસ ગરબાની રમઝટ બોલાવશે. ટ્રેડિશનલ ડ્રેસ સાથે રમવા ઇચ્છતા રઘુવંશી જ્ઞાતિના ખેલૈયાઓએ પાસ માટે અત્રે સેન્ટ્રલ બેન્ક પાસે દરબારગઢ ચોકમાં દતાણી કલેક્શનનો સંપર્ક સાધવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજન માટે મનન દાવડા, ગૌરાંગ મજીઠીયા, મીત દતાણી, પુરવ ભાયાણી, નિખિલ સામાણી, મિલન સાયાણી, કરણ પંચમતીયા, હીરાંઝ દતાણી, રાજ પાબારી, દર્શન મોદી, તથા હિત વિઠલાણીની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMકાજોલનો વસવસો: બાળકો મારું સન્માન નથી જાળવતા
April 09, 2025 11:49 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech