રાષ્ટ્ર્રસતં નમ્રમુનિ મહારાજ સાહેબની આજે વહેલી સવારે તબિયત નાદુરસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગામી સાતમી તારીખે તેમનો રાજકોટ માટેનો વિહાર મોકૂફ રાખવામાં આવ્યો છે. નમ્રમુનિ મહારાજ સાહેબની તબિયતના સમાચારથી તેમના શ્રાવકોમાં ચિંતા ની લાગણી પ્રસરી ગઈ છે.
હાલમાં જુનાગઢ ખાતે બિરાજી રહેલા નમ્રમુનિ મહારાજ સાહેબને વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે કિડનીમાં રહેલા સ્ટોનના લીધે અસહ્ય દર્દ શ થતા તેમને જૂનાગઢની કે.જે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે યાં હોસ્પિટલમાં તબીબો દ્રારા તેમનું નિદાન કરી વધુ સારવાર શ કરવામાં આવી છે. ડોકટર નીબાર્કની સલાહ મુજબ તેમના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેમાં સીટી સ્કેન કરવામાં આવતા કિડનીમાં ત્રણ સ્ટોન આવ્યા છે.પરમ ગુદેવને કિડનીમાં ૩ સ્ટોન જોવા મળ્યા છે અત્યારે તેઓની, હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની નિગરાનીમાં સારવાર ચાલી રહી છે. અગાઉ પણ નમ્રમુનિ મહારાજ સાહેબની તબિયત ના દુરસ્ત થઈ હતી. આગામી કાર્યક્રમમાં તેમની રાજકોટ ખાતે શિબિર યોજવાની હતી જેમાં દેશભરમાંથી શ્રાવકો આ શિબિરમાં ભાગ લેવા આવવાના છે. છેલ્લા ઘણા સમયથી નમ્રમુનિ મહારાજ સાહેબ જુનાગઢ ખાતે ધર્મ પ્રભાવના કરી રહ્યા છે તેમના સાનિધ્યમાં અલગ–અલગ વિષયો ને લઈ શિબિર યોજાઈ રહી છે જેમાં બાળકોથી વડીલો ભાગ લેવા માટે મુંબઈ, કોલકત્તા ,દિલ્હી, નાગપુર સહિત દેશભરમાંથી શ્રાવકો જોડાઈ રહ્યા છે તાજેતરમાં ગોંડલ થી જેતપુર સુધી ગુદેવ રતિલાલ મહારાજ સાહેબની સ્મૃતિમાં પદયાત્રા યોજાઈ હતી. હાલમાં તેમની તબિયત ખરાબ થતા રાજકોટ માટેનો વિહાર કેન્સલ કરવામાં આવ્યો હોવાનું જૈન આગેવાનો એ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech