વિજય દેવરકોન્ડા બીજો પ્રેમ છે,પહેલી સગાઇ રક્ષિત શેટ્ટી સાથે થઇ હતી
રશ્મિકા મંદાના વિજય દેવરકોન્ડા સાથે ફેબ્રુઆરીમાં સગાઈ કરવા જઈ રહી છે. જો કે રશ્મિકાની આ બીજી સગાઈ હશે. રશ્મિકા મંદાનાની પહેલા એક સગાઈ તૂટી ચૂકી છે. રશ્મિકા તેની પહેલી ફિલ્મના હિરોના પ્રેમમાં પડી ગઈ હતી અને તેની સાથે સગાઈ પણ કરી લીધી જે બાદ બન્નેના સબંધોમા તીરાડ પડવા લાગી.અને બન્ને છુટા પડી ગયા.
2016માં પોતાની પહેલી જ ફિલ્મથી ધૂમ મચાવનારી રશ્મિકા મંદાના આજે કોઈ ઓળખની મોહતાજ નથી. તેના ચાર્મનેસ અને એક્ટિંગે લોકોના દિલ જીતી લીધા છે અને આજે તે નેશનલ ક્રશ બની ચૂકી છે. રશ્મિકા મંદાના તેની પહેલી જ ફિલ્મથી સુપરસ્ટાર બની ગઈ હતી અને પોતાની ડેબ્યુ ફિલ્મના હીરોના પ્રેમમાં પડી ગઈ હતી. જેબાદ ઝટપટ સગાઈ પણ કરી લીધી હતી પણ પછી તે સબંધ લાંબો સમય ન ટકી શક્યો અને સબંધો પુરા થઈ ગયા તે બીજુ કોઈ નહી પણ કન્ન ફિલ્મના અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર રક્ષિત શેટ્ટી સાથે એજ્યુકેશન બાદ રશ્મિકા મંદાના એક્ટિંગમાં કરિયર બનાવવા માંગતી હતી. ત્યારે આ દરમિયાન રશ્મિકાની મુલાકાત રક્ષિત શેટ્ટી સાથે થઈ હતી. બંને મિત્રો બની ગયા અને રક્ષિતે રશ્મિકાને તેની ફિલ્મ ક્રિક પાર્ટીમાં કાસ્ટ કરી. આ ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી અને હિટ રહી હતી. કન્નડ ભાષામાં બનેલી આ ફિલ્મમાં રશ્મિકાના હીરો પણ રક્ષિત શેટ્ટી હતા. રશ્મિકા પહેલી જ ફિલ્મથી સુપરહિટ બની હતી. સ્ક્રીન પર રોમાન્સ કરતી વખતે રશ્મિકા તેના હીરો રક્ષિત શેટ્ટીના પ્રેમમાં પડી ગઈ હતી.
રક્ષિત શેટ્ટી તેની ગર્લફ્રેન્ડ રશ્મિકા કરતા 14 વર્ષ મોટા હતા. આ પછી પણ બંનેએ સબંધને આગળ લઈ જવા નક્કી કર્યું. જે બાદ રશ્મિકા એ રક્ષિત સાથે 2017માં સગાઈ કરી લીધી. તે સમયે રશ્મિકાએ તેનો ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો જેમાં રક્ષિત તેના પિતા સાથે ઉભો હતો. આ ફોટાના કેપ્શનમાં રશ્મિકાએ લખ્યું છે કે તમારુ પરિવારમાં સ્વાગત છે.
બંનેનું અફેર બધાની સામે આવ્યું. પરંતુ પછી પરિસ્થિતિ બગડવા લાગી. થોડા દિવસો પછી બંને વચ્ચે મતભેદ હોવાના અહેવાલો આવવા લાગ્યા. લગ્ન પહેલા જ તેમના સંબંધો બગડ્યા અને લગ્ન રદ્દ થઈ ગયા. આ પછી બંનેએ એકબીજાથી અંતર રાખ્યું, જેના કારણે સંબંધોમાં તિરાડના સમાચાર મળવા લાગ્યા. બંને છૂટા પડ્યા. થોડી ફિલ્મો પછી રશ્મિકા મંદાના બોલિવૂડમાં પણ સ્ટાર બની ગઈ. રક્ષિત શેટ્ટી પણ કન્નડ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગયો.
હવે રશ્મિકા સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાને ડેટ કરી રહી છે અને ટૂંક જ સમયમાં બન્ને સગાઈ કરવા જઈ રહ્યા છે. જોકે બન્ને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા પણ તેઓએ ક્યારેય મીડિયા સામે તેમના સબંધની પુષ્ટિ કરી નથી. હવે ફેબ્રુઆરીમાં સગાઈના સમાચાર સામે આવી રહ્યા છે
One attachment • Scanned by Gmail
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech