ગારીયાધારના પીઆઈ અને ૩ કોન્સ્ટેબલ સામે વહીવટ કર્યાની પોલીસવડાને રાવ

  • April 07, 2025 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગારીયાધાર પોલીસ મથકના  પીઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ દ્વારા મોટીવાવડીમાંથી  પકડવામાં આવેલા જુગારમાં મળેલો મુદ્દામાલ અને રોકડ રકમ નહીં બતાવી  આર્થિક વહીવટ કરવામાં આવ્યો હોવાની  ફરિયાદ સ્વરૂપે ગારીયાધાર પોલીસ મથક ખાતે મોટી વાવડી ગામના રાકેશભાઈ મનજીભાઈ કેવડિયા દ્વારા અરજી આપવામાં આવી હતી.
ગારીયાધાર પોલીસ મથકે  તા.૪-૪-૨૫ ના રોજ ગુના નંબર-૦૧૩૪/૨૦૨૫ ના કામે મુદ્દામાલ પકડી, આર્થિક વહીવટ કરી, બિન કાયદેસર મુક્ત કરી, સત્તાનો દુરુપયોગ કરીને મુદ્દામાલ નહીં લેતા જવાબદાર કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ થવા માટેની અરજી ગઈકાલે ગારીયાધાર પોલીસ મથક ખાતે આપવામાં આવી હતી
જે અરજીમાં મોટી વાવડી ગામના રાકેશભાઈ મનજીભાઈ કેવડિયા દ્વારા જણાવ્યા પ્રમાણે મથકના પીઆઈ એમ.કે. માલવીયા અને હે.કો. જયપાલસિંહ સરવૈયા, પો.કો. ભગવાનભાઈ સાંબડ અને પો.કો. રૂખડભાઈ બળાઈકા દ્વારા તા.૪-૪-૨૫ ના રોજ  મોટી વાવડી ગામથી એક કિલોમીટર દૂર હાલ વાવ રોડ પર તીન પત્તી જુગાર રમતા ૭ લોકોને ઝડપી લીધા હતા.  જેમાં આરોપીની માલિકીના ૧૧ થી વધુ મોટરસાયકલ અને ૧૧ કીમતી મોબાઈલ અને ફરિયાદમાં જણાવ્યા કરતા વધુ રોકડ રકમ આ બધું જ અશોકભાઈ મકવાણાના ખાનગી બોલેરો વાહનમાં ગારિયાધાર પોલીસ મથક ખાતે લઈ 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application