બોલિવુડ અભિનેતા રણવીર સિંહ હાલમાં ડીપફેક વીડિયોની ઝપેટમાં આવ્યો છે. તેનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે એક પોલિટિકલ પાર્ટીનું પ્રમોશન કરી રહ્યો છે, પરંતુ આ ડીપફેક વીડિયો હતો અને હવે રણવીર સિંહએ આના પર એક્શન લીધી છે.
ટેકનોલોજીના જમાનામાં વ્યક્તિ આગળ જઈ રહ્યો છે તેની સાથે અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. સાથે આ એક ખતરનાક વાત પણ કહી શકાય છે, આના પર જલ્દી નિયત્રંણ લાવવું જરુરી છે. કેટરીના કૈફથી લઈ રશ્મિકા મંદાના સુધી ડીપફેકનો વીડિયો વાયરલ થઈ ચુક્યો છે. આ વાતને લઈ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ચિંતા કરી ચુક્યા છે. હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે બોલિવુડ અભિનેતા રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે એક પાર્ટીનો પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે, પરંતુ આ એક ડિપફેક વીડિયો છે. હવે રણવીરે આ ફેક વીડિયો વિરુદ્ધ એક્શન લીધો છે.
રણવીર સિંહે આ ડીપફેક વીડિયો વિરુદ્ધ એક્શન લેતા ફરિયાદ દાખલ કરી છે. રણવીર સિંહના આ ડીપફેક વીડિયો પર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે સાયબર ક્રાઈમ સેલ આ મામલાની તપાસ કરશે.ડીપફેક વીડિયો વાયરલ થયા બાદ રણવીર સિંહે ચાહકોને આ ડીપફેક વીડિયો વિશે ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી કહ્યું ડીપફેકથી બચો મિત્રો....
છેલ્લા કેટલાક દિવસથી ડીપફેકના અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. જેમાં આ પહેલા બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનનો પણ એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે એક પોલિટિક્લ પાર્ટીનો પ્રચાર કરતો જોવા મળી રહ્યો છે. આ મામલે ફરીયાદ પણ નોંધવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech