વીંછિયાના દડલીમાં ખેડૂત પાસેી ૮૦ લાખની ખંડણી મગાઈ: નહીં તો પગ ભાંગી નાખીશ

  • February 22, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીંછિયા તાલુકાના દડલી ગામે રહેતા અને ખેતી કામ કરનાર યુવાનના ઘરે રાત્રીના કાળા કલરની સ્કોર્પિયો કાર લઈ આવેલા શખસે રૂપિયા ૮૦ લાખની ખંડણીની માંગણી કરી હતી તેમજ આ શખસે ધમકી આપી હતી કે જો પૈસા નહીં આપો તો ટાટિયા ભાંગી નાખીશું. જેી આ મામલે ખેડૂતની માતાની ફરિયાદ પરી વીંછીયા પોલીસે ખંડણી માંગવા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ દડલી ગામે રહેતા ગીતાબેન કાળીદાસભાઈ દેસાણી(ઉ.વ ૪૫) નામના મહિલાએ વીંછિયા પોલીસ મકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કાળા કલરની સ્કોર્પિયોમાં આવેલા જયરાજનું નામ આપ્યું છે.
મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ગત તારીખ ૧૯/ ૨/ ૨૦૨૪ ના રાત્રિના નવે વાગ્યે તે તા તેમના પરિવારજનો ઘરે હતા. ત્યારે તેમના ઘર પાસે ડેલી નજીક એક કાળા કલરની સ્કોર્પિયો આવી હતી અને તેણે અહીં ગાડી ઉભી રાખી ડેલી ખખડાવી હતી જેી ફરિયાદીના પતિ કાળીદાસભાઈ ડેલી ખોલતા આ શખસે કહ્યું હતું કે, બહાર નીકળ તને લઈ જાઓ છે મારી ગાડીમાં બેસી જા જેી ફરિયાદીના પતિ બહાર નીકળ્યા ન હતા. દરમિયાન ફરિયાદીએ ડેલીમાંી જોતા આ શખસે કહ્યું હતું કે, તારા પતિને બહાર મોકલ જયરાજભાઇ આવ્યા છે તેમ કહેતા ફરિયાદીએ ડેલી બંધ કરી દીધી હતી. બાદમાં આ સ્કોર્પિયો અહીંી જતી રહી હતી.
​​​​​​​
ત્યારબાદ ગઈકાલ બપોરના સમયે બારેક વાગ્યા આસપાસ આસપાસ ફરિયાદી તા તેમની દીકરી ઘરે હતા ત્યારે ફરી આ કાળા કલરની સ્કોર્પિયો અહીં આવી હતી અને ડેલી પાસે આવી આ શખસે કહ્યું હતું કે, તારા દીકરા ગોપાલને બહાર મોકલ જયરાજભાઇ આવ્યા છે મારે તારા દીકરા પાસેી ૮૦ લાખ રૂપિયા લેવાના છે નહીં આપે તો ટાંટીયા ભાંગી નાખીશ તેવી ધમકી આપી હતી અને આ જયરાજભાઇએ ફરિયાદીને ગાળો આપી હતી. જેી ફરિયાદીએ કહ્યું હતું કે, મારો દીકરો હાજર ની ત્યારબાદ તેઓ ગાડી લઈને અહીંી જતા રહ્યા હતા ત્યારબાદ મહિલાએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ ઘટના અંગે ફરિયાદીના પુત્ર ગોપાલભાઈએ કહ્યું હતું કે, તે ખેતી કામ કરે છે અને આરોપી જયરાજ હડમતીયામાં રહેતો હોવાનું તેઓ જાણે છે તે સિવાય તેના વિશે તેઓ કશું જાણતા ની અને તેમની સો કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર તેમને યો ની. છતાં તેઓ ઘરે આવી રૂપિયા ૮૦ લાખની માંગણી હોય આ ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application