શાપરમાં આવેલી હોટલ લોર્ડસ સાથે છેતરપિંડીનો બનાવ બન્યો છે.અહીં નવસારીના બે ઉતારૂ 25 દિવસ સુધી રોકાયા હતાં.આ દરમિયાન અહીંથી જ જમવાનું અને નાસ્તો ઓર્ડર કરતા હતાં.બાદમાં રૂમનુ ભાડુ અને જમવાનું બિલ ચૂકવ્યા વગર બંને નાસી ગયા હતાં.જે અંગે હોટલના મેનેજર દ્વારા આ બંને શખસો સામે રૂ.1.52 લાખની છેતરપિંડી કયર્િ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
શાપર વેરાવળમાં આવેલી હોટલ લોડ્ર્સના મેનેજર મોહિતકુમાર તેજનારાયણ ઠાકુર (ઉ.વ 22) દ્વારા શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવસારીમાં રેલવે સામે રૂકમણી એપાર્ટમેન્ટમાં રહેતા ભાર્ગવ રમેશભાઈ ગઢવી અને અહીં વિદ્યા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા સાહિલ રમેશભાઈ પરમારના નામ આપ્યા છે.
મેનેજરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. 1/4 ના ભાર્ગવ ગઢવી હોટલ ખાતે આવ્યો હતો અને હોટલમાં રૂમ રાખવા માટે જણાવતા રજીસ્ટરમાં નોંધ કરી તેમના આધાર કાર્ડની નકલ મેળવી હોટલમાં રૂમનું એક દિવસનું ભાડું 2800 નક્કી થયું હતું અને તેને રૂમ નંબર 303 ફાળવ્યો હતો. ત્યારબાદ સાંજના સમયે ભાર્ગવનો મિત્ર સાહિલ પરમાર પણ અહીં આવ્યો હતો અને સાથે રોકાયો હતો. જેથી કસ્ટમરને કહ્યું હતું કે, જો તમે બે વ્યક્તિ હોટલમાં રોકાશો તો એક દિવસનું ભાડું 3360 થશે જેથી તેણે કહ્યું હતું કે, અમે બંને અહીં રૂમમાં રોકાશું. બાદમાં ભાર્ગવ પાસે એક દિવસનું ભાડું માંગતા તેણે કહ્યું હતું કે મારું પાકીટ પડી ગયું છે અને હોટલનું પેમેન્ટ મારો મિત્ર સાહિલ ચૂકવી આપશે.આ સાહિલ પાસે પૈસા માંગતા તેણે કહ્યું હતું કે હું અહીં શાપર ખાતે જ રહું છું અને થોડો સમય અહીં હોટલમાં રહેવાનું છે જેથી તમારૂ પેમેન્ટ ચૂકવી આપીશ.
બાદમાં આ બંને શખસો અહીં હોટલમાં તા.25/4 સુધી રોકાયા હતા અને તેઓ અહીં હોટલમાં હતા તે દરમિયાન હોટલમાંથી જમવાનું તથા નાસ્તો મંગાવતા હતા. દરમિયાન તા. 25 ના આ જમવાનું તથા નાસ્તાનું અને હોટલના રૂમનું ભાડું મળી કુલ રૂપિયા 1,52,504 ચૂકવ્યા વગર આ બંને અહીંથી નાસી ગયા હતા. તેને ફોન કરતા આજ દિન સુધી હોટલનું બિલ ચૂકવ્યું ન હોય અંતે મેનેજર દ્વારા છેતરપિંડી અંગેની આ ફરિયાદ નોંધાવામાં આવતા શાપર વેરાવળ પોલીસે નવસારીના આ બંને શખસો સામે આઇપીસીની કલમ 406,420,114 ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech