વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ, દુર્ગાવાહિની, માતૃશક્તિ દ્વારા શક્તિ પ્રદર્શન અને રાતસોત્સવ કરાયો
જામનગરના બેડેશ્વર શ્રમજીવી મંડળ તથા રામસવારી સેવા સમિતિ દ્વારા રામનવમી નિમિત્તે બેડેશ્વર ધરાનગર ૧ ખાતેથી રામનવમી નિમિત્તે રામસવારીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ સવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ, દુર્ગાવાહિની અને માતૃશક્તિની પુરી ટીમ જોડાઈ હતી અને બહેનો દ્વારા પ્રભુ શ્રીરામના આગમનના વધામણા કરવા રાસ ગરબા તેમજ બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
આ તકે બેડેશ્વર શ્રમજીવી મંડળ અને રામ સવારી સેવા સમિતિના પ્રમુખ રણજીતસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભક્તિરાજસિંહ સોઢા, કાર્યવાહક પ્રમુખ જીતુભાઈ મકવાણા, મંત્રી પૃથ્વીરાજસિંહ વાળા, સહમંત્રી કમલેશભાઈ ઉમરાણીયા, ખજાનચી રાજેન્દ્રસિંહ જાડેજા, સહખજાનચી કમલેશભાઈ પ્રજાપતિ સહિતના લોકોએ આ રામસવારી ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી
આ રામસવારીમાં વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિના પ્રાંત સહસંયોજિકા હીનાબેન અગ્રાવત, વિભાગ અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, વિભાગ મંત્રી ધર્મેશભાઈ ગોંડલીયા, જામનગર ગ્રામ્યના અધ્યક્ષ રમેશભાઈ તારપરા,મહાનગરના ઉપાધ્યક્ષ સુબ્રમણ્યમભાઈ પિલ્લે, વિજયભાઈ બાબરીયા, પ્રફુલ્લાબેન અગ્રાવત, મહાનગરના મંત્રી હેમંતસિંહ જાડેજા, સુરેશભાઈ ગોંડલીયા, વિશેષ સંપર્ક સંયોજક કલ્પેશભાઈ રાજાણી, દુર્ગાવાહિની પ્રાંત કાર્યકારી કૃપાબેન લાલ, સહસંયોજિકા કોમલબેન ધનવાણી, માતૃશક્તિ સહસંયોજિકા અલ્કાબેન ટંકારીયા, ભગીરથીબેન અજા, વર્ષાબેન નંદા, ભાવનાબેન ગઢવી સત્સંગ સયોજિકા રેખાબેન લાખાણી, બજરંગ દળ સહસંયોજક ભૈરવભાઈ ચાંદ્રા, ધ્રુમિલ રાવ લંબાટે, હિમાંશુભાઈ ગોસ્વામી,નીરુભા જાડેજા સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં રામભક્તો આ સવારીમાં જોડાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech