રાજકોટ તાલુકાના ભુપગઢ ગામે રહેતા રહીશો દ્વારા રાકેશ રાઠોઠ નામના શખસ દ્વારા કાયદનો દુરપયોગ કરી એટ્રોસિટીની ખોટી ફરિયાદો કરી હેરાનગતી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી હતી. આ શખસ સામે પગલાં લેવા માંગણી કરી હતી.
પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજુઆત કરવા આવેલા ભૂપગઢના ગ્રામજનોએ લેખિતમાં કરેલી અરજીમાં આક્ષેપ કર્યો હતો કે, અમારા ગામ ભુપગઢ ખાતે રાકેશભાઈ જસાભાઈ રાઠોડ રહે છે અને તેઓ અનુસુચિત જાતિના હોય તેઓ કાયદાનો દૂરઉપયોગ કરીને ગ્રામજનોનો બ્લેક મેઈલ કરવા માટે વારંવાર ગ્રામજનો વિરૂદ્ધ યેનકેન પ્રકારે ખોટી ફરીયાદો, આવેદનો આપીને ટાર્ગેટ કરે છે. વધુમાં ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, રાકેશ જસાભાઈ રાઠોડ એક જ જ્ઞાતિને ટાર્ગેટ કરે છે અને તેના વિરૂદ્ધ વૈમનસ્ય રાખીને ખોટી ફરીયાદો કરે છે. રાકેશના પિતા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ થયેલ હતો અને તેમાં તેને સજા થયેલ હતી જે બાબતનો ખાર રાખીને કાયદાનો દૂરઉપયોગ કરીને ગ્રામજનો વિરૂદ્ધ તેઓ વારંવાર ખોટી ફરીયાદો અને આવેદનો આપીને હેરાન-પરેશાન કરતા રહે છે અને માનસિક અને આર્થિક રીતે લોકોને બરબાદ કરવાના ઈરાદાથી આવા કાર્યો કરતા રહે છે.
ગ્રામજનોએ જણાવ્યું હતુ કે,ગ્રામ પંચાયત તરફથી ગામ માટે થતા વિકાસના કાર્યોમાં પણ ખોટી અરજીઓ કરીને ગામનો વિકાસ રૂંધાય અથવા ઢીલમાં પડે તેવા તેના સતત પ્રયાસો રહે છે. રાકેશ અને તેના પિતા દેશી દારૂના હાટડા ચલાવે છે, ગ્રામજનો વિરુદ્ધ બેફામ વાણી વિલાસ કરે છે અને ગ્રામજનોમાં વૈમનશ્ય ફેલાય તેવા નિવેદનો જાહેરમાં આપે છે અને તેને કોઈ સમજાવટ કરવા જાય તો એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરવાની ધમકીઓ આપે છે. જેથી રાકેશ રાઠોડના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે તેવી રજુઆતો ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech