રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડને લાગુ પડતી ન હોય તેવી અનેક જાહેર રજાઓ રદ કરાઇ હોય આજે મહાવીર જયંતિની જાહેર રાજાના દિવસે યાર્ડ રાબેતા મુજબ ચાલું રહ્યું હતું. ખેડૂતોના ૧૨૦૦ વાહનોની એન્ટ્રી થઇ હતી. તમામ જણસીમાં આજે સૌથી વધુ ૨,૧૦,૦૦૦ મણ મેથીની આવક થઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે આજની હરાજીમાં ધાણા ૮૪૦૦૦ મણ, સૌથી વધુ મેથીની આવક ૨,૧૦,૦૦૦ મણ, તુવેર ૫૨૫૦ મણ, કપાસ ૯૫૦૦ મણ,એરંડા ૭૦૦૦ મણ, કલોંજી ૪૫૦૦ મણ, સુકા મરચા ૪૦૦૦ મણ, વટાણા ૮૦૦૦ મણ, રાજમા ૪૧૨૫ મણ અને વરિયાળીની આવક ૬૦૦૦ મણ થઇ હતી. જણસીઓ ભરેલા વાહનોને ચેરમેન જયેશભાઇ બોઘરાના માર્ગદર્શન હેઠળ માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરાવવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં કાળઝાળ ગરમી: 43.4 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ
April 16, 2025 07:52 PMજામનગર નજીક બે ગોઝારા અકસ્માતમાં યુવાન સહિત બે ના મોત
April 16, 2025 06:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech