રાજકોટ જિલ્લા તેમજ જિલ્લાના વિવિધ તાલુકાના પ્રમુખોની નિયુક્તિ જાહેર થયા બાદ હવે તબક્કાવાર તાલુકા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી રહી છે. ભાજપના કાર્યકર જયેશ પટેલએ રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખપદ તેમજ રાજકોટના કોઠારીયા વિસ્તારના વોર્ડ નં.૧૮ના પ્રમુખપદ તેમ એક સાથે બબ્બે પદ માટે પક્ષના નિયમ વિરૂધ્ધ દાવેદારી નોંધાવતા રાજકોટ તાલુકામાં પ્રમુખની નિમણુંક ડખ્ખે ચડી હતી. દરમિયાન તાજેતરમાં તા.૩૦-૩-૨૦૨૫ના રોજ રાજકોટ તાલુકા ભાજપના પ્રમુખ પદે કેયુર ઢોલરીયાની નિમણૂંક કરાઇ હતી. હવે તાલુકા સંગઠન માળખાના અન્ય હોદ્દેદારોની નિમણુંકની કાર્યકરો કાગડોળે રાહ જોઇ રહ્યા છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આજની સ્થિતિએ રાજકોટ જિલ્લામાં પડધરી, ગોંડલ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, કોટડા સાંગાણી, વીંછીયા સહિતના તાલુકાઓનું સંગઠન માળખું જાહેર થઇ ચુક્યું છે. રાજકોટ જિલ્લામાં અન્ય તાલુકાઓની તુલનાએ રાજકોટ તાલુકામાં ખેંચતાણ વધુ હોય જાહેરાતમાં વિલંબ થઇ રહ્યો હોવાની ચર્ચા છે. રાજકોટ તાલુકા ભાજપમાં છ ઉપપ્રમુખ, બે મહામંત્રી, છ મંત્રી અને એક કોષાધ્યક્ષ સહિત કુલ ૧૫ હોદ્દેદારોની નિયુક્તિ કરવાની છે. રાજકોટ તાલુકા ભાજપનું સંગઠન માળખું ક્યારે જાહેર થશે અને તેમાં કોનો કોનો સમાવેશ કરાય છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે. તા.૩૦ માર્ચને રવિવારે પ્રમુખની નિયુક્તિ થયાને આવતીકાલે તા.૬ને રવિવારેએક સપ્તાહ પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે જો બધું સમુ સુતરૂ પાર પડે તો સંભવત: આજે સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સુધીમાં માળખું જાહેર થઇ જશે તેવી ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સતત ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ
April 08, 2025 02:12 PMજામનગરના વિજરખી પાસે યુવકની હત્યા કરનાર પત્ની અને પ્રેમીની અટકાયત
April 08, 2025 02:10 PMજામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
April 08, 2025 01:33 PMજામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી બેઠક યોજાય, 6.82 કરોડના વિકાસ કામો મંજૂર
April 08, 2025 01:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech