વિશ્ર્વભરમાં થર્ટી ફર્સ્ટ નાઇટમાં બાય બાય 2024 વેલકમ 2025 (21મી સદીના રજત જયંતી વર્ષ)ને આવકારવા ડાન્સ, ડિનર અને ભવ્ય આતશબાજીઓના આયોજનમાં રાજકોટના રંગીલા શહેરીજનો પણ બાકાત રહ્યા ન હતાં. રાજકોટ શહેરમાં પાર્ટી પ્લોટ, રેસ્ટોરન્ટ, ફાર્મ હાઉસ કે આવા સ્થળોએ 2025ને આવકારવા માટેના આયોજનો થયા હતાં. રાત પડીને દિવસ ઉગ્યો હોય તેમ સમી સાંજ બાદ આવા આયોજન સ્થળોએ બાળકોથી લઇ મોટેરાઓ સુધીનાઓ હર્ષોલ્લ ાસ સાથે નાચ-ગાન, ડીજેના તાલે ઝુમ્યા હતાં. રાત્રીના 12ના ટકોરે આતશબાજી સાથે 21મી સદીના રજત જયંતી વર્ષને આવકાર્યું હતું.રાજકોટ સહિત દેશભરમાં થર્ટી ફસ્ર્ટની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. ફાર્મહાઉસ, હોટલો, રેસ્ટોરન્ટમાં થર્ટી ફસ્ર્ટની ઉજવણીના આયોજનો થયા હતા અને લોકોએ ડાન્સ, ડીનર સાથે ઉજવણી કરી હતી. જેમાં પોલીસ કમિશનરથી લઈ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ મોડી રાત સુધી ખડેપગે રહ્યા હતા. શહેરમાં મુખ્ય માર્ગેાથી લઈ સર્કલ પર ફોર વ્હીલ, ટુ વ્હીલર્સને ઉભા રાખીને ચેક કરવામાં આવતા હતા. પોલીસની કડકાઈને કારણે કયાંય કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. શાંતિપુર્ણ રીતે ઉજવણી થતાં પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો. જયારે ચેકીંગ ડ્રાઈવમાં પોલીસે ૫૦થી વધુ લોકોને પીધેલી હાલતમાં પકડી લીધા હતા. યુનિવર્સિટી પોલીસે મંજુરી વિના ચાલી રહેલી ડીજે પાર્ટી બધં કરાવી હતી અને ત્રણ વ્યકિત સામે ગુનો નોંધ્યો હતો.
શહેરમાં શાંતિપુર્ણ રીતે ીસ્તી નવા વર્ષને વેલકમ કરવા માટે થર્ટી ફસ્ર્ટ નાઈટમાં ઉત્સવપ્રિય શહેરીજનોને કોઈ ખલેલ ન પડે તે માટે પોલીસ છેલ્લા ચાર–પાંચ દિવસથી રાત ઉજાગરા અને ચેકીંગ કરતી હતી. પીધેલાઓ તેમજ છરી કે હથીયાર લઈને નીકળતા ઈસમોને પકડતી રહી હતી જેના કારણે ગતરાત્રીના આવા નઠારા તત્વો બહાર ઓછા જોવા મળ્યા હતા. શહેરમાં ગતરાત્રે પોલીસ કમિશનર, તમામ ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના ૧૩૦૦ જેટલા કર્મચારીઓ ખડેપગે રહ્યા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા ખુદ નાઈટ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. શહેરના મુખ્ય માર્ગેા અને સર્કલો પર તેમણે પોલીસની કાર્યવાહી ચેક કરી હતી. જરૂર પડે ત્યાં સુચના પણ આપવામાં આવી હતી.
મહિલા પોલીસ અધિકારીઓ, સ્ટાફ પણ ગતરાત્રે બંદોબસ્તમાં જોડાયો હતો. રાત્રીના વાહન ચેકીંગ કરાયા હતા. ટુ વ્હીલ, ફોર વ્હીલ લઈને નીકળેલી મહિલાઓ, યુવતીઓને પણ મહિલા પોલીસ દ્રારા ચેક કરવામાં આવતી હતી. કાર જેવા વાહનોની અંદર તેમજ ડેકીઓ ખોલીને વાહનો ચેક કરાતા હતા. આ ઉપરાંત પીધેલાઓ કે ડ્રગ્સ લઈને છાંકટા બનીને કોઈ ફરે નહીં તે માટે બ્રેથ એનેલાઈઝરથી શંકાસ્પદ ઈસમોને ફત્પકં મરાવીને પીધેલા છે કે કોરા ? તે ચેક કરાતા હતા. એસઓજી દ્રારા એનડીપીએસની કીટ મારફતે કોઈએ નશીલા ડ્રગ્સ લીધા છે કે નહીં તેનું પણ ચેકીંગ કરાયું હતું.
ટીઆરપી ગેમઝોન કાંડને લઈને પોલીસે થર્ટી ફસ્ર્ટ નાઈટની પાર્ટીઓની પરમીશનમાં નિયમોમાં કોઈ બાંધછોડ કરી ન હતી જેથી આવા જાહેર આયોજનો પણ સિંગલ ડીઝીટમાં માત્ર ૮ કે ૯ સ્થળે થયા હતા. પરમીશન ન હતી તેવા ત્રણથી ચાર આયોજનો પોલીસે રાત્રીના ૧૦ના ટકોરે બધં કરાવી દીધા હતા. પોલીસે નિયમોનું ચુસ્તપણે પાલન કરાવ્યું હતું જેને લઈને મંજુરી વિનાના આયોજનો બધં થતાં ત્યાં ડાન્સ ડીનર પાર્ટીમાં આવેલા ઉત્સાહપ્રેમીઓએ આયોજક સામે રોષ વ્યકત કર્યેા હતો. સરવાળે પોલીસની કડકાઈ કાયદાનું ચુસ્તપણે પાલન અને અસામાજીક તત્વો, ટપોરીઓ, સડકછાપ રોડ રોમીયો તેમજ નબીરાઓ કંટ્રોલમાં રહેતા થર્ટી ફસ્ર્ટ નાઈટ શાંતિપુર્ણ રીતે ઉજવાઈ હતી અને પોલીસે હાશકારો અનુભવ્યો હતો
(તસવીર: દર્શન ભટ્ટી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech