રાવકી જીઆઇડીસીમાંથી રાજકોટનો શખસ તમંચા- કાર્ટીઝ સાથે ઝડપાયો

  • June 04, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાવકી જીઆઇડીસી વિસ્તારમાંથી ગ્રામ્ય એસઓજીની ટીમે દેશી બનાવટના તમંચા સાથે રાજકોટના શખસને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી તમંચો અને કાર્ટીઝ કબજે કરી તેની પુછતાછ કરતા રાજકોટમાં રહેતા મિત્રે આ તમંચો સાચવવા આપ્યાની કબુલાત આપી હતી. જેથી પોલીસે આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આગામી સમય ગ્રામપંચાયતની ચુંટણી યોજાનાર હોય અને મતદારો નિભર્યપણે મતદાન કરી શકે તેવા આશયથી રાજકોટ આઇજી અશોકકુમાર યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર હથીયાર રાખતા ઇસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે. જે સુચના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી શાખાના પીએસઆઇ પી.બી.મિશ્રા તથા ટીમ લોધીકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમિયાન હેડ.કોન્સ. શિવરાજભાઇ ખાચર તથા મયુરભાઇ વિરડા તથા કોન્સ. વિપુલભાઈ ગોહિલને બાતમી મળી હતી કે, કેવલસિંહ પ્રભાતસિંહ ડોડીયા (રહે.રાજકોટ) નામનો શખસ ગેરકાયદે હથિયાર રાખી હાલ રાવકી જીઆઇડીસી વિસ્તારમાં આંટાફેરા કરી રહ્યો છે.

આ બાતમીના આધારે પોલીસની ટીમે રાવકી જીઆઇડીસીમાં ઉન્નતી ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસેથી એક શખસને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછતાછ કરતા તેનું નામ કેવલસિંહ પ્રભાતસિંહ ડોડીયા(ઉ.વ.૩૧ રહે. અલ્કા સોસાયટી, શેરી નં.૯ શ્રીનાથજી પાઉભાજીની બાજુમાં, ચંદ્રેશનગર મેઇન રોડ રાજકોટ) હોવાનું માલુમ પડયું હતું. પોલીસે તેની અંગજડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પીસ્ટલ નંગ ૧ ની કિ.રૂ.૧૦,૦૦૦, જીવતો કાર્ટીઝ નંગ- ૧ ની કિ.રૂ.૧૦૦ સહિત કુલ રૂ.૧૦,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પુછતાછમાં આ શખસે હથિયાર રાજકોટમાં રહેતા મિત્રે સાચવવા આપ્યું હોવાની રટણ કર્યું હતું.જેથી પોલીસે રાજકોટના આ શખસને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ એફ.એ.પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા તથા હેડ.કોન્સ. શીવરાજભાઇ ખાચર, મયુરભાઇ વિરડા, વિજયભાઇ વેગડ, પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઇ ધાધલ, કોન્સ વિજયગીરી ગોસ્વામી, ચીરાગભાઇ કોઠીવાર, વિપુલભાઇ ગોહિલ, રામદેવસિંહ ઝાલા સાથે રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application