છેલ્લા બે દિવસ સૌરાષ્ટ્ર્ર સહિત રાયના મોટાભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયા પછી આજે તે સિલસિલો અટકયો છે.
મોટાભાગના શહેરોમાં લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થયો નથી. તો અમુક શહેરોમાં સામાન્યથી એકાદ ડિગ્રી જેટલો વધારો થયો છે. આવતીકાલે હિમાલયન રીજીયનને અસર કરે એવું એક પ્રભાવશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાથી જમ્મુ કશ્મીર અને હિમાલયન રીજીયનમાં બરફ વરસાદ તથા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ પછી જો પવનની દિશા ગુજરાત તરફની હશે તો ઠંડીના પ્રમાણમાં વધારો થશે.
હિમાલયન રિજિયનમાં આવતીકાલે ઉભા થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર અત્યારથી જ દેખાવા મંડી છે. દિલ્હી, જમ્મુ પંજાબ હરિયાણા સહિતના રાયોમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આવતીકાલથી તારીખ ૧૫ સુધી જમ્મુ કાશ્મીર અને હિમાલયન રિજિયનમાં તોફાની પવન અને મેઘ ગર્જના સાથે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે.આજે ભુજમાં ૨૧.૬ નલિયામાં ૧૯.૨ અમરેલીમાં ૧૭.૬ ભાવનગરમાં ૨૧ દ્રારકામાં ૨૪ ચોખામાં ૨૬ પોરબંદરમાં ૧૯ રાજકોટમાં ૧૯.૨ અને વેરાવળમાં ૨૩.૩ ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.આ ઉપરાંત અમદાવાદમાં ૧૯.૫ ડીસામાં ૧૯.૩ ગાંધીનગરમાં ૧૯.૬ વડોદરામાં ૧૯ ડિગ્રી લઘુતમ તાપમાન આજે નોંધાયું છે અનેક શહેરોમાં ૨૦ ડિગ્રી નીચે લઘુતમ તાપમાન રહ્યું છે. પરંતુ મહત્તમ તાપમાનના મામલે ખાસ ઘટાડો થતો ન હોવાથી આખો દિવસ ગરમી રહે છે. ગઈકાલે પણ સમગ્ર દેશમાં સૌથી ઐંચું તાપમાન રાજકોટમાં ૩૭ ડીગ્રી નોંધાયું હતું.બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના કારણે કર્ણાટક આંધ્ર પ્રદેશ તામિલનાડુ કેરલ સહિતના દક્ષિણના રાયોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આજે સવારે અરબી સમુદ્રમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે.આ સિસ્ટમના કારણે કેરળને વધુ અસર પડશે પરંતુ તેની અસરના ભાગપે તારીખ ૧૫ ના રોજ કોકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્ર્રમાં વરસાદની શકયતા ઊભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech