રાજકોટની દીકરી અને બ્રિટનની સંસદમાં સાંસદ તરીકે ચૂંટાયેલી શિવાની રાજાએ બ્રિટિશ સંસદમાં ભગવદ ગીતા પર સાંસદ પદના શપથ લીધા. બ્રિટિશ સાંસદ તરીકે શપથ લીધા બાદ શિવાની રાજાએ એક્સ પર લખ્યું કે લેસ્ટર ઈસ્ટ સીટનું પ્રતિનિધિત્વ કરીને સાંસદ તરીકે શપથ લેવા ગર્વની વાત છે. મને ગીતા પર મહામહિમ રાજા ચાર્લ્સ પ્રતિ પોતાની નિષ્ઠાની શપથ લેવાનો ખરેખર ગર્વ છે.
યુકેમાં ભારતીય મૂળના ઋષિ સુનકની ક્ધઝર્વેટિવ પાર્ટીના 14 વર્ષના શાસનનો અંત આવ્યો છે અને લેબર પાર્ટી જંગી બેઠકો સાથે જીતી છે. ઋષિ સુનક ભારતીય મૂળના વડાપ્રધાન બનનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. સુનક વડાપ્રધાન તરીકે હારી ગયા પણ તેમના સહીત 26 ભારતીય મૂળના ઉમેદવારો બ્રિટનની સંસદની ચૂંટણી જીત્ય છે જેમાં રાજકોટની દીકરી શિવાની રાજાનો પણ સમાવેશ થાય છે.
30 વર્ષીય ગુજરાતી શિવાની રાજાએ સૌપ્રથમ વખત ચૂંટણી લડી, જીતી અને અનેક રેકોર્ડ સજ્યર્િ હતા. શિવાની રાજાનો જન્મ, અભ્યાસ લેસ્ટરમાં થયો છે. તેમના માતા રીટાબેનનો જન્મ રાજકોટમાં થયો છે. શિવાનીના નાની શ્રીમતી હંસાબેન આહિયા તથા તેમના મામા શૈલેષભાઈ આહિયા રાજકોટમાં રહે છે. શિવાની રાજાના પતિ ઉત્કર્ષ લેસ્ટરમાં ઉદ્યોગપતિ છે અને સાથે રાજકારણમાં પણ સક્રિય છે. તેઓએ 2017માં કોર્પોરેટરની ચૂંટણી લડ્યા હતા. ઉત્કર્ષના પરિવાજનો અમદાવાદમાં રહે છે.
બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં ઘણા ભારતીય મુળના નાગરિકો પણ ચૂંટણી લડી રહ્યા હતા. ઈન્દોરમાં જન્મેલા લંડનના ભૂતપૂર્વ બિઝનેસ ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલ બ્રિટિશ ઈન્ડિયન ક્ધઝર્વેટિવ ઉમેદવાર શિવાની રાજા સામે લેસ્ટર ઈસ્ટમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. તમામની નજર ભારતીયોની ધરોહર ગણાતા આ મતવિસ્તાર પર હતી, કારણ કે ગોવા મૂળના ભૂતપૂર્વ સાંસદ કીથ વાઝ કે જે 5 વખત આ બેઠક પર થી લડી અને જીત્યા છે તે પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા. લેસ્ટર પૂર્વ બેઠક છેલ્લા 37 વર્ષ થી લેબર પાર્ટી પાસે હતી અને આ ગઢ શિવાની રાજાએ તોડ્યો અને ક્ધઝર્વેટિવ પાર્ટીને જીત અપાવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech